પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો - Sandesh
  • Home
  • Featured
  • પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો

 | 9:16 pm IST

સરકારે આજે મધ્ય રાત્રિથી અમલ થાય તે રીતે પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો કરીને લિટરે રૂપિયા 3.38નો અને ડિઝલના ભાવમાં લિટરે રૂ. 2.67નો ભાવવધારો ઝિંક્યો છે. આ અંગે સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બઝારમાં ક્રુડના ભાવમાં 13 ટકા જેટલો વધારો થતાં આ ભાવવધારો કરવામાં આવ્યો છે.

ફ્યુઅલની કિંમતોમાં છેલ્લે 15મી ઓગસ્ટે ફેરબદલ કરવામાં આવી હતી. તે વખતે કિંમતો ઘટાડીને એક રૂપિયે સસ્તુ પેટ્રોલ અને બે રૂપિયે સસ્તુ ડિઝલ કરવામાં આવ્યું હતું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસમાં આંતરરાષ્ટ્રીય બઝારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જે ગ્રાહકોને માથે નાંખવામાં આવ્યો છે. આ ભાવવધારો પહેલી સપ્ટેમ્બરે 00:00 વાગ્યાથી એટલે કે આજે રાતના 12 વાગ્યાથી અમલી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન