Petrol and Diesel Prices Continue to Increase
  • Home
  • Business
  • પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરી ભડકો, છતાંય હજુ ભાવ ઘટશે નહીં, કારણ કે…

પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરી ભડકો, છતાંય હજુ ભાવ ઘટશે નહીં, કારણ કે…

 | 9:13 am IST

આવનારા સમયમાં તેલના ભાવમાં ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યાં નથી. ઑગસ્ટમાં ઓઇલનું વૈશ્વિક પ્રોડક્શન દરરોજનું 10 કરોડ બેરલના હાઇ લેવલ પર પહોંચી ગયું હતું, પરંતુ આવનારા સમયમાં સપ્લાય ઘટશે અને ભાવ વધશે કારણ કે ઇરાન અને વેનેઝુએલામાંથી એક્સપોર્ટ ઘટશે. આ વાત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ ગુરૂવારના રોજ કહ્યું. તેણે પોતાના મંથલી રિપોર્ટમાં લખ્યું છે કે આપણે એવા સમયમાં પ્રવેશ કરી રહ્યાં છીએ જે ઓઇલ માર્કેટ માટે ખૂબ અગત્યનો છે. સપ્લાય ઘટી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા જઇ રહ્યાં છે. તેને લઇ વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાંધ્યું છે. શુક્રવારના રોજ ફરી એકવખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારના રોજ દિલ્હીમાં પેટ્રોલ 81.28 રૂપિયા/લીટર (28 પૈસાનો વધારો) અને ડીઝલના ભાવ 73.30 રૂપિયા/લીટર (22 પૈસાનો વધારો) થયો. ત્યાં મુંબઇમાં પેટ્રોલ 88.67 રૂપિયા/લીટર (28 પૈસાનો વધારો) અને ડીઝલના ભાવ 77.82 રૂપિયા/લીટર (24 પૈસાનો વધારો) થયો છે.

બીજીબાજુ ઑર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ (OPEC)નું રોજનું 3.2 કરોડ બેરલ ઉત્પાદન નવ મહિનાની ઉંચી સપાટી પર પહોંચતા ગ્લોબલ પ્રોડક્શન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. OPECએ જૂનમાં નક્કી કર્યું હતું કે તેઓ ક્રૂડના ભાવમાં આવેલી તેજી પર અંકુશ લગાવા માટે પ્રોડકશન વધારાશે. તાજેતરના મહિનાઓમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ કોન્ટ્રાકટના ભાવ 70થી 80 પ્રતિ બેરલની વચ્ચે ફરી રહ્યો છે. IEAના મતે લીબિયામાં પ્રોડકશન ફરીથી વધતા, ઇરાકમાં પ્રોડકશન રેકોર્ડ હાઇની નજીક, નાઇજીરિયામાં ઓઇલ સપ્લાય વધતા અને ઓપેકના સિરમોર સાઉદી અરબના વધતા પ્રોડકશનથી ક્રાઇસીસમાં ફસાયેલ વેનેઝુએલા અને ઇરાનના ઘટતા પ્રોડક્શનની ભરપાઈ અત્યાર સુધી ચાલતી આવી છે.

ગુજરાતના મુખ્ય શહેરોના આજના પેટ્રોલ ડીઝલના ભાવ
– અમદાવાદમાં પેટ્રોલ 80.14, ડીઝલ 78.42 પ્રતિ લીટર
– સુરતમાં પેટ્રોલ 80.50, ડીઝલ 78.81 પ્રતિ લીટર
– રાજકોટમાં પેટ્રોલ 79.95, ડીઝલ 78.25 પ્રતિ લીટર
– વડોદરામાં પેટ્રોલ 79.85, ડીઝલ 78.14 પ્રતિ લીટર

વેનેઝુએલાના ક્રાઇસીસ ઘટવાનું નામ લઇ રહ્યું નથી અને બીજીબાજુ અમેરિકાએ 4 નવેમ્બરથી ઇરાનની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બંને ઘટનાઓની અસર બજાર પર ઓછામાં ઓછી થાય, તેના માટે બીજા પ્રોડ્યુસર્સને પોતાનું પ્રોડક્શન વધુ ઉપર લઇ જવું પડશે. IEAએ કહ્યું કે આ જોવા જેવી વાત છે કે શું બીજા પ્રોડ્યુસર્સ પોતાનું પ્રોડકશન વધારશે. આ વર્ષે એપ્રિલથી 70 થી 80 ડોલર પ્રતિ બેરલ ચાલી રહેલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ રેન્જમાંથી નીકળી શકે છે.

મે મહિનામાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સાથે 2015માં ન્યુક્લિઅર ડીલથી પોતાના પગલાં પાછા ખેંચી લીધા હતા. તેમણે કહ્યું હતું કે હવે ઇરાનથી કોઇપણ દેશ તેલ ખરીદાશે નહીં અને જે તેની વાત માનશે નહીં અમેરિકા તેના પર પણ પ્રતિબંધ મૂકી દેશે. જ્યાં સુધી વેનેઝુએલાની વાત છે તો અહીં રાજકીય સંકટના લીધે ઇકોનોમી ધારાશાયી થવા પર લાખો લોકોએ દેશ છોડી દીધો છે. IAEએ કહ્યું કે વેનેઝુએલામાં સ્થિતિ ખૂબ જ વણસી શકે છે, લીબિયામાં ફરીથી સંઘર્ષ શરૂ થઇ શકે છે. હવે 4 નવેમ્બર સુધી 53 દિવસમાં ઇરાનની ઓઇલની ખરીદીને લઇ દેશો અને કંપનીઓની તરફથી કેટલાંય પ્રકારના નિર્ણય લેવાશે.

IEAએ કહ્યું કે ઑગસ્ટમાં ઓપેકના સભ્ય દેશ ઇરાનનું ઓઇલ આઉટપુટ જુલાઇ 2016 બાદ સૌથી નીચલી સપાટી પર આવી ગયું. તેમના રિપોર્ટ પ્રમાણે ઇરાન પર અમેરિકન પ્રતિબંધોના લીધે બીજા કેટલાંય ઓઇળ ખરીદદાર તેનાથી દૂર થઇ ગયા. ઇરાનના ટોપ બાયર્સ ચીન અને ભારત તેની પાસેથી તેલની ખરીદી પહેલેથી જ ઘટાડી ચૂકયું છે. નવેમ્બર સુધીમાં બીજા કેટલાંય દેશ આવા જ પગલાં ઉઠાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન