પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો, જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોનાં આજના ભાવ - Sandesh
  • Home
  • Ahmedabad
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો, જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોનાં આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો, જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોનાં આજના ભાવ

 | 9:02 am IST
  • Share

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત છટ્ઠામાં દિવસે ઘટાડો થયો છે. સતત વધતા પેટ્રોલનાં ભાવ બાદ પ્રજાને આ ઘટાડાથી રાહત થઇ છે. પેટ્રોલમાં 10 પૈસા અને ડીઝલમાં 07 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતનાં મોટા શહેરોના આજનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ

અમદાવાદમાં પેટ્રોલ રૂ.78.75 અને ડીઝલ રૂ.78.58

સુરતમાં પેટ્રોલના ભાવ રૂ.78.51, ડીઝલ રૂ.78.36

રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂ.78.35, ડીઝલ રૂ.78.20

વડોદરામાં પેટ્રોલના ભાવ રૂ.77.83, ડીઝલ રૂ.78.26

ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ.80.16, ડીઝલ રૂ.79.98

ગાંધીનગરમાં પેટ્રોલના ભાવ રૂ.78.81, ડીઝલ રૂ.78.68

જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.78.81, ડીઝલ રૂ.78.61

જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.79.04, ડીઝલ રૂ.78.87

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનાં સતત વધતા જતા ભાવ અને પેટ્રોલ-ડીઝલનાં ભાવને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક ક્ષેત્રની ઓએનજીસી અને ઓઆઇએલની તેલ અને ગેસ ઉત્પાદનની સ્થિતિની થોડાક દિવસો પહેલા સમીક્ષા કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો