petrol and diesel price hike petrol near 88 rs in mumbai
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, રૂ.88 પ્રતિ લિટર નજીક પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, રૂ.88 પ્રતિ લિટર નજીક પેટ્રોલ

 | 11:22 am IST

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે વાહનોના ભાડામાં વધારો થવાની આશંકા છે, જેની સીધી અસર લોકોના ઘરના બજેટ પર પડશે. જરૂરી વસ્તુઓના ભાવમાં મોંઘવારી જોવા મળશે.

સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની સામાન્ય પ્રજાને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જતા ખુબજ આકરું પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યા. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 12 પૈસા વધી છે.

જેના પગલે પેટ્રોલના ભાવ વધીને 82.48 રૂપિયા પ્રિત લિટર પહોંચી ગયો છે. જ્યારે 28 પૈસાનો વધારા સાથે દિલ્હીમાં ડીઝલનો ભાવ રૂ.74.90એ પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.79.33, ડીઝલ રૂ.78.28 રહ્યું છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
– અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.79.33, ડીઝલ રૂ.78.28
– સુરત પેટ્રોલ પ્રતિ લીટર 79.44, ડીઝલ પ્રતિલીટર ભાવ રૂપિયા 78.30
– રાજકોટ પેટ્રેલ પ્રતિ લીટર 79.31 , ડીઝલ પ્રતિલીટર ભાવ રૂપિયા 78.16

તેમજ મુંબઇમાં ડીઝલના ભાવમાં વધારે તેજી આવી છે. ડીઝલ 29 પૈસા વધીને 78.51 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે. જ્યારે પેટ્રોલમાં પણ 12 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જેનાથી પેટ્રોલનો ભાવ 87.94 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જોકે, તાજેતરમાં ઘટાડો પણ નોંધાયો હતો.