Petrol and Diesel Prices stable on today, no increase after 21 days
  • Home
  • Business
  • 21 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લાગી બ્રેક, જાણો તમારા શહેરમાં આજે કેટલી છે કિંમત

21 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લાગી બ્રેક, જાણો તમારા શહેરમાં આજે કેટલી છે કિંમત

 | 10:21 am IST

છેલ્લા 21 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે 22માં દિવસે ભાવ સ્થિર રહ્યા છે. ત્રણ સપ્તાહ બાદ આ પહેલો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. જો કે, ભાવ ઘટ્યા પણ નથી. પરંતુ ભાવમાં કોઈ ફેરફાર આજે જોવા મળ્યો નથી. આજે દિલ્હી ખાતે પેટ્રોલનું 80.38 રૂપિયા પ્રતિ લિટરે વેચાણ થઈ રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવ 80.40 રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.

મુંબઈની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ ત્યાં પેટ્રોલના ભાવ 87.14 પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત 78.71 રૂપિયા પ્રતિ લિટર બોલાઈ રહી છે. આપણે જણાવી દઈએ કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ-અલગ હોય છે. રાજ્ય સરકાર દ્વારા ફ્યુલ પર અલગ-અલગ વેટ લગાવવામાં આવે છે. જેના કારણે ભાવમાં ફેરફાર જોવા મળે છે. જ્યાં વેટ વધુ જોય છે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ હોય છે.

ગુજરાતમાં શું છે હાલ:

રાજ્યની વાત કરીએ તો હાલ અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લિટર 77.92 રૂપિયા જ્યારે ડીઝલ 77.78 રૂપિયા પ્રતિ લિટર બોલાઈ રહ્યા છે. સુરતમાં પેટ્રોલ રૂ.77.76 અને ડીઝલ રૂ.77.64 પ્રતિ લિટરે, રાજકોટમાં પેટ્રોલ રૂ.77.66 અને ડીઝલ રૂ.77.54 પ્રતિ લિટર, જ્યારે જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.77.81 અને ડીઝલ રૂ.77.61 પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.

આ સિવાય વડોદરાની વાત કરીએ તો પેટ્રોલ રૂ.77.52 પ્રતિ લિટર અને ડીઝલ રૂ.77.38 પ્રતિ લિટર, ભાવનગરમાં પેટ્રોલ રૂ.79.15 અને ડીઝલ રૂ.79.00 પ્રતિ લિટર જ્યારે જૂનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.78.58 અને ડીઝલ રૂ.78.45 પ્રતિ લિટર બોલાઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સૌરાષ્ટ્રના ઓઇલ મીલરોની સોમાની ચૂંટણીમાં સ્ટે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન