petrol diesel price 14 october 2021 rises again check 1 litre petrol rate
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સામાન્ય માણસને વધુ એક ઝટકો, આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

સામાન્ય માણસને વધુ એક ઝટકો, આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

 | 11:37 am IST
  • Share

  • આજે ફરી સામાન્ય માણસને પડ્યો ફટકો
  • ફરી વધી ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવ
  • જાણો શું રહેશે આજે તમારા શહેરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે 35-35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

તેલ કંપનીઓએ આપ્યો મોટો ઝટકો

આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક વાર વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ પછી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લિટર થયું છે. આ કિંમતો આ મહિને લગભગ રોજ વધી છે. ઓક્ટોબરની શરૂઆતમાં 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે અને સાથે ડીઝલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો કરાયો છે.

4 મહાનગરોમાં આજે જાણો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈમાં પેટ્રોલ 110.75 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈમાં પેટ્રોલ 102.10 રૂપિયા અને ડીઝલ 97.93 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તામાં પેટ્રોલ 105.43 રૂપિયા અને ડીઝલ 96.63 રૂપિયા પ્રતિ લિટર

આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર થયું પેટ્રોલ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે. રાજયોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લગાવાયેલા ટેક્સના કારણે અલગ હોય છે.

આ રીતે જાણી શકાશે નવા ભાવ

દેશની 3 ઓઈલ કંપનીઓ માર્કેટિંગ કંપની HPCL, BPCL અને IOC સવારે 6 વાગે ભાવ બદલે છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાણવા માટે તમે એસએમએસ પણ કરી શકો છો. 92249 92249 પર મેસેજ કરીને પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાણી શકાય છે. દિલ્હીમાં ભાવ જાણવા માટે RSP 102072 લખીને 92249 92249 પર મેસેજ કરવાનો રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો