Petrol Diesel Price Can Brought Down Without Tax Cutting
  • Home
  • Business
  • ટેક્ષમાં ઘટાડો કર્યા વગર પણ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે, આ છે ઉપાય

ટેક્ષમાં ઘટાડો કર્યા વગર પણ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે, આ છે ઉપાય

 | 7:38 pm IST

આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવા જ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80.73 રૂપિયા અને ડીઝલ 72.83 રૂપિયાએ વેચાઈ રહ્યું છે. જોકે ટેક્ષ ઓછો હોવાના કારણે દિલ્હીમાં ક્રુડ ઓઈલના ભાવ દેશના અન્ય મેટ્રો શહેરો અને અનેક રાજ્યોની રાજધાનીઓની સરખામણીએ ઓછા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આટલા વધારે હોવા પાછળનું એક મહત્વનું પરિબળ છેલ્લા 4 વર્ષોમાં એક્સાઈઝ ડ્યુટીમાં થયેલો બે ઘણો વધારો છે.

2014-15માં તે 99,184 કરોડ રૂપિયા હતી જે 2017-18માં 2,29,019 કરોડ રૂપિયા થઈ ગઈ. તેવી જ રીતે રાજ્યોની વેટની કમાણીમાં પણ આ સમયગાળા દરમિયાન વધારો થયો છે. સરકાર ઈચ્છે તો કેટલીક નીતીઓ બનાવ્યા વગર ટેક્ષમાં કાપ મુકી પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડી શકે છે.

જીએસટી

પેટ્રોલ-ડીઝલના એમએસપીમાં ટેક્ષ લગભગ અડધો હોય છે. હાલ જીએસટીમાં 28 ટકા ટેક્ષ સ્લેબ સૌથી વધારે છે. જો સરકાર પેટ્રોલ-ડીઝલનો સ્લેબ 40 ટકા પણ રાખે તો પણ ભાવમાં ખાસ્સો ઘટાડો થઈ શકે.

રિટેલર્સને મળે છે સસ્તુ ક્રુડ

ક્રુડ ઓઈલની વધતી કિંમતોથી ઓએનજીસીને પણ લાભ થઈ રહ્યો છે. ONGC 20 ટકા કાચુ તેલ સપ્લાય કરે છે. રિટેલરને સસ્તા દરે પણ ક્રુડ ઓઈલ આપવામાં આવે છે. તેના બદલમાં સરકાર કંપની પાસેથી ઓછો નફો વસુલી સકે છે.

ફ્યૂચર ટ્રેડિંગ

કેટલીક નાણાંકિય જોગવાઈઓ હોય છે જે પહેલાથી જ નિર્ધારીત તારીખ પર ક્રુડ ઓઈલ વેચવા કે લેવા માટે કરવામાં આવી હોય છે. વર્તમાન કિંમતો પર ભવિષ્યમાં ક્રુડ ઓઈલ કે અન્ય સામગ્રી ખરીદવાની આ પણ એક રીત છે. તેનાથી ગ્રાહકોને કિંમત વધવા છતાંયે ઓછી કિંમતે જરૂર પડ્યે પેટ્રોલ-ડીઝલ મળી શકે છે. મંત્રીમંડળ તરફથી તેની મંજૂરી મળી ગઈ છે પરંતુ સેબી તરફથી હજી સુધી તેને લીલી ઝંડી આપવામાં આવી નથી.

ક્રુડ ડિસ્કાઉંટ

પશ્ચિમી દેશોની સરખામણીએ OPEC એશિયાના દેશોને ઉંચી કિંમતે ક્રુડ ઓઈલ વેચે છે. સરકાર OPEC પર દબાણ વધારવા માટે અન્ય દેશો સાથે સંપર્ક કરી રહી છે, જેથી કરીને ભારતને પણ ડિસ્કાઉંટ મળી શકે.