Petrol - Diesel Price Hike In India Continues On Day 6 After Aramco Attack
  • Home
  • Business
  • સાઉદી અરામકો હુમલાની અસર, ભારતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત છઠ્ઠા દિવસે ભડકો

સાઉદી અરામકો હુમલાની અસર, ભારતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત છઠ્ઠા દિવસે ભડકો

 | 4:51 pm IST

સાઉદી અરામકો પર ડ્રોન હુમલા બાદ ભારતમાં રવિવારનાં સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવોમાં વધારો થવાનું ચાલુ છે. આ 6 દિવસોમાં દિલ્લીમાં પેટ્રોલ 1.59 રૂપિયા લીટર મોઘું થઈ ગયું છે અને ડીઝલનાં ભાવોમાં 1.31 રૂપિયાની વૃદ્ધિ થઈ છે. દેશનાં અન્ય શહેરોમાં પણ પેટ્રોલનાં દરોમાં આ પ્રકારે દોઢ રૂપિયો જ્યારે ડીઝલનાં ભાવોમાં સવાર રૂપિયાથી વધારેની વૃદ્ધિ થઈ ચુકી છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ આ વર્ષનાં સૌથી ઊંચા સ્તરે ચાલ્યો ગયો છે.

પેટ્રોલ રવિવારનાં દિલ્લી, કોલકાતા અને મુંબઈમાં 27 પૈસા, જ્યારે ચેન્નઈમાં 28 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તો ડીઝલનાં ભાવોમાં દિલ્લી અને કોલકાતામાં 21 પૈસા જ્યારે મુંબઈમાં 22 અને ચેન્નઈમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ઇન્ડિયન ઑયલની વેબસાઈટ અનુસાર દિલ્લી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનાં ભાવ વધીને ક્રમશ: 73.62 રૂપિયા, 76.32 રૂપિયા, 79.29 રૂપિયા અને 76.52 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.

ચારેય મહાનગરોમાં ડીઝલનાં ભાવ પણ વધીને ક્રમશ: 66.74 રૂપિયા, 69.15 રૂપિયા, 70.01 રૂપિયા અને 70.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. દિલ્લીમાં 27 નવેમ્બર 2018નાં પેટ્રોલનાં ભાવ 74.07 રૂપિયા હતો, જે આ પહેલાનું ઊંચુ સ્તર છે. આ મહિને 14 સપ્ટેમ્બરનાં સાઉદી અરબની સરકારી ઑઇલ કંપની સાઉદી અરામકોનાં ઓઇલ સંયંત્રો પર ડ્રોનથી થયેલા હુમલા બાદ આંતરરાષ્ટ્રિય બજારમાં તેલનાં ભાવમાં ગત સોમવારનાં એકાએક લગભગ 20 ટકાનો ઉછાળો આવ્યો છે, જે 28 વર્ષ પછી આવેલી સૌથી મોટી એક દિવસની તેજી હતી.

આ પણ વાંચો: આણંદ શહેરના રાજોડપુરથી ગામડી તરફ જવાનો માર્ગ ખખડધજ બન્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન