પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, 4 વર્ષના ટોચ પર પહોંચ્યું ડીઝલ - Sandesh
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, 4 વર્ષના ટોચ પર પહોંચ્યું ડીઝલ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, 4 વર્ષના ટોચ પર પહોંચ્યું ડીઝલ

 | 11:46 am IST

પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગુરૂવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુરૂવારે પેટ્રોલમાં 22-23 પૈસાનો વધારો થયો છે અને જ્યારે ડીઝલમાં 22-24 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલ છેલ્લા થોડાં દિવસથી રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. જ્યારે પેટ્રોલ પણ રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

ગુરૂવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 75.32 પર પહોંચ્યો છે. જે લગભગ 56 મહિના અગાઉ પેટ્રોલનો ભાવ રૂ. 76.32 પર હતો. જે હાલના સમયમાં ઘણો નજીક લાગી રહ્યો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 83.16 પર પહોંચ્યો છે.

જો ડીઝલની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ડીઝલ ભડકે બળી રહ્યું છે. જેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે દિલ્હીમાં એક લિટરનો ડીઝલનો ભાવ રૂ.66.79 પર પહોંચ્યો છે. જ્યારે મુંબઇમાં રૂ.71.12 પર પહોંચ્યો છે. જે આગામી સમયમાં આ સપાટી તોડી શકે છે.

હાલમાં કર્ણાટક ચૂંટણીની મતગણતરીના સમાપ્ત થયા પછી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલ અને ડીઝલે પોતાનો નવો હાઈ બનાવવા તરફ જઇ રહ્યો છે. જેની સીધી અસર ફરી જીવન જરૂરિયાત પર પડી શકે છે.