Petrol - Diesel Price May Surge In India Due to Saudi Effect
  • Home
  • Business
  • સાઉદીની આગ ભારતને દઝાડશે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક ઝાટકે ઝીંકાશે આટલો મોટો વધારો

સાઉદીની આગ ભારતને દઝાડશે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક ઝાટકે ઝીંકાશે આટલો મોટો વધારો

 | 12:23 pm IST

સાઉદી અરબમાં તેલ પ્લાન્ટ પર હુમલા બાદ ક્રૂડ તેલના ભાવમાં ભડકો થતાં ટેન્શન વધી ગયું છે. સોમવારના રોજ વૈશ્વિક બજારોમાં ક્રૂડ તેલના ભાવમાં 19 ટકા સુધીની તેજી આવી ગઇ. 1991ના ખાડી યુદ્ધ બાદ આ એક દિવસમાં આવેલો સૌથી મોટો ઉછાળો છે. આથી ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થવાની શકયતા છે અને આર્થિક વિકાસને ફરીથી ગતિ આપવાના પ્રયાસમાં લાગેલી સરકારના પડકારોમાં વધારો થશે.

સાઉદીના તેલ ઉદ્યોગના કેન્દ્રમાં ડ્રોન હુમલા બાદ પહેલી વખત ખુલેલા બજારમાં ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 19 ટકા ઉછળી 72 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. જો કે બાદમાં 67 ડોલર પર બંધ થયો હતો. ડ્રોન એટેકના લીધે સાઉદી અરબમાં ઑઇલ પ્રોડકશનનો અડધો હિસ્સો ઠપ પડ્યો છે. જો કે ડેલી ગ્લોબલ સપ્લાયનો 6% છે.

દાયકાનું સૌથી મોટું સંકટ

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના મતે સાઉદી સંકટે કુવૈત અને ઇરાકના તેલ ઉત્પાદનને ઑગસ્ટ 1990મા થયેલા નુકસાનના સ્તરને પણ પાર કરી દીધું છે. જ્યારે સદ્દામ હુસૈને પોતાના પાડોશી પર આક્રમણ કરી દીધું હતું. આ 1979માં ઇસ્લામિક ક્રાંતિ દરમ્યાન ઇરાની તેલ ઉત્પાદનની ઘોટને પણ પાર કરી ગયું છે. જો કે બ્લુમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના મહાસચિવ મોહમ્મદ બરકિંડોએ કહ્યું કે પેનિક થવાની જરૂર નથી.

5-6 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થશે પેટ્રોલ!

આવનારા 15 દિવસમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 6 રૂપિયા લીટર દીઠ વધારો થઇ શકે છે. એવો નિષ્ણાતોનો અંદાજ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો આવવાના લીધે ભારતની ઑઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી પખવાડિયામાં ડીઝલ અને ગેસોલીનના ભાવમાં 5 રૂપિયાથી 6 રૂપિયા લીટરદીઠનો વધારો કરી શકે છે.

આયાત પર નિર્ભર છે ભારત

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પુરવઠામાં અડચણ ઉભી થવાની સંભાવનાને રદ્દ કર્યો છે, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો ભાવ વધુ સમય સુધી ઊંચા રહેશે તો ભારતના આર્થિક વિકાસ દર પર ગંભીર અસર પડશે કારણ કે જરૂરિયાતના 83% આયાત કરે છે. આથી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધારવાની સાથે જીડીપી ગ્રોથ પર દબાણ બનાવશે અને કરન્સીમાં પણ નરમાઇ આવશે.

આ વીડિયો પણ જુઓ – ગરૂડેશ્વરના દત્ત મંદિર પહોંચ્યા PM નરેન્દ્ગ મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન