petrol-diesel-price-today-in-delhi-mumbai-and-gujarat-
  • Home
  • Business
  • પેટ્રોલમાં 38 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો વધારો, આ છે આજના મુખ્ય શહેરોના ભાવ

પેટ્રોલમાં 38 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો વધારો, આ છે આજના મુખ્ય શહેરોના ભાવ

 | 9:42 am IST

10 ઓક્ટોબર પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મળી રહેલી રાહતનો સિલસિલો આજે અટકી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી સ્થિર ચાલતા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ગુરૂવારે વધારો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતો વધવાની અસર ઘરેલુ બજારમાં જોવા મળી રહી છે. પેટ્રોલમાં 38 પૈસા વધતા પેટ્રોલની કિંમત 68.88 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ડીઝલમાં 29 પૈસાનો વધારો થતા ડીઝલની કિંમત 62.53 થઈ છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

ગુરૂવારે ચેન્નઈમાં પેટ્રોલમાં 40 પૈસા અને કોલકત્તા તેમજ મુંબઈમાં પેટ્રોલમાં 37 પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 68.88 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 62.53 રૂપિયા છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 74.53 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.43 રૂપિયા છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમત 71.47 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.70 રૂપિયા છે. કોલકત્તામાં આજે પેટ્રોલની કિંમત 71.01 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 64.30 રૂપિયા છે.

ગુજરાતના મુખ્ય શહેરોના આજના ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 66.60 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.53 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 67.59 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 66.53 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 66.55 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.48 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 67.37 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 66.30 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 66.57 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.51 રૂપિયા છે.

આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધે તેવી આશંકા છે. કાચા ઈંધણની કિંમત વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમત 60 ડૉલરને પાર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં આ કિંમત 50 ડૉલર પ્રતિ લીટરે પોહંચી હતી.

ત્યારબાદ ઈંધણની કંપનીઓએ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. આ કાપ બાદ પેટ્રોલ એક વર્ષ અને ડીઝલ 9 મહીનામાં ન્યૂનતમ સ્તર પર પહોંચ્યો છે. ક્રૂડ ઓયલ મોંઘુ થતા તેલ કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોનું દબાણ વધી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન