petrol-diesel-price-today-in-delhi-mumbai-and-gujarat
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે મળી રાહત, જાણો આજના મુખ્ય શહેરોનાં ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે મળી રાહત, જાણો આજના મુખ્ય શહેરોનાં ભાવ

 | 9:17 am IST

બ્રેટ ક્રૂડમાં છેલ્લા કેટલાક સમયથી 50 ડૉલરનો ઘટાડો થતા કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો. બુધવારે સવારે બ્રેટ ક્રૂડના ભાવમાં 1.26 ટકા વધીને 59.46 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. આ સૌની વચ્ચે દેશની ઇંધણ કંપનીઓ તરફથી સતત ત્રીજા દિવસે સામાન્ય જનતાને રાહત મળી છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી રાજધાની સહિત ચાર મહાનગરોમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પેટ્રોલમાં 21 પૈસાનો વધારો થયો હતો મંગળવારે ફરી ભાવ ઘટ્યા છે. તો ડીઝલની કિંમત 62.24 રૂપિયા પ્રતિલીટર રહી છે. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં તેજી આવતા ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધી શકે છે. મંગળવારે દિલ્હી, કોલકત્તા, મુંબઈ, ચેન્નઈમાં ભાવ ઘટ્યા છે.

7 જાન્યુઆરીએ પહેલીવાર ઘટી કિંમત

નવા વર્ષમાં 1 જાન્યુઆરીએ પેટ્રોલની કિંમત 19 પૈસા ઘટી હતી. બે અને ત્રણ જાન્યુઆરીમાં કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો. 4થી જાન્યુઆરીએ 21 પૈસા અને 5 જાન્યુઆરી 15 પૈસા પેટ્રોલ સસ્તુ થયુ હતુ. 6 જાન્યુઆરીએ કિંમત સ્થિર રહી હતી જ્યારે 7 જાન્યુઆરીએ કિંમત પહેલી વાર વધી હતી. આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે.

રાજધાની સહિત આજના મુખ્ય શહેરોનાં ભાવ

રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 68.50 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 62.24 રૂપિયા છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 74.16 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.12 રૂપિયા છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમત 71.08 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.70 રૂપિયા છે. કોલકત્તામાં આજે પેટ્રોલની કિંમત 70.64 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 64.01 રૂપિયા છે.

ગુજરાતના મુખ્ય શહેરોનાં આજના ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 66.57 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.57 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 66.60 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.60 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 65.95 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 64.95 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 66.90 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.90 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 66.21 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.20 રૂપિયા છે.

ગ્લોબલ માર્કેટમાં કાચા ઈેધણની કિંમતોમાં તેજીના કારમે ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. બુધવારે કોલકત્તા, મંબઈ, ચેન્નઈમાં પેટ્રેલની કિંમત સ્થીર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.