Petrol, Diesel Prices Increase Consecutive Day, Check latest Rates
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો, સતત પાંચમા દિવસે ભાવમાં વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો, સતત પાંચમા દિવસે ભાવમાં વધારો

 | 9:45 am IST

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડતેલની કિંમતોમાં ચાલી રહેલી તેજીની સાથે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા લાગ્યો છે. સતત પાંચમા દિવસે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરાયો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. સોમવારના રોજ પાંચમા દિવસે ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે. સોમવારના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ લીટર દીઠ 70 રૂપિયાની પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં લીટર દીઠ પેટ્રોલના ભાવમાં 38 પૈસાનો વધારો થતાં 70.13 રૂપિયા થઇ ગયો. જ્યારે ડીઝલના ભાવમાં 49 પૈસાનો વધારો થતા 64.18 રૂપિયા થઇ ગયો છે.

જ્યારે મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 38 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આથી અહીં પેટ્રોલના ભાવ લીટર દીઠ 75.77 પૈસા થઇ ગયા છે. ડીઝલના ભાવ લીટર દીઠ ભાવ 52 પૈસા વધીને 67.18 લીટર થઇ ગયો.

આપને જણાવી દઇએ કે પેટ્રોલ ડીઝલના આ ડોઝ આવનારા થોડાંક દિવસ સુધી ચાલુ રહી શકે છે. ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં 27મી ડિસેમ્બરથી ભાવમાં વધારો થઇ રહ્યો છે. હાલ ક્રૂડ તેલનો ભાવ પ્રતિ બેરલ 60 ડોલરની આસપાસ છે. જો અહીંથી ક્રૂડ તેલના ભાવ એક બે ડોલર વધી જશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક થી બે રૂપિયાનો વધારો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન