પેટ્રોલનો પૂરા થયો ખેલ, સાઉદીએ હવે નવી રીતે સાધ્યો છે મેલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પેટ્રોલનો પૂરા થયો ખેલ, સાઉદીએ હવે નવી રીતે સાધ્યો છે મેલ

પેટ્રોલનો પૂરા થયો ખેલ, સાઉદીએ હવે નવી રીતે સાધ્યો છે મેલ

 | 5:08 pm IST

અડધી સદી કરતાં વધારે સમય ક્રૂડ પર નિર્ભર રહેલા સાઉદી અરબે હવે તેની પાસેના બીજા કુદરતી સંસાધન પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સાઉદી સરકારે રણ પ્રદેશમાં નવા નવા શહેર વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આનો હેતુ નોકરીઓ અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. સાઉદી અરબમાં પેટ્રોલનો ખેલ પૂરી થયો છે. આથી આ દેશને નવી તકોની શોધ કરવાની ફરજ પડી છે.

સઉદી સરકારે એપ્રિલ મહિનામાં સાઉદી વિઝન 2030ની જાહેરાત કરી હતી. વિઝન અંતર્ગત મહત્વ અને નોંધપાત્ર યોજનાઓની જાહેરાત કરાઈ હતી અને રાતા સમુદ્રને સૌથી વધારે મહત્વ અપાયું હતું. વિઝનમાં રાતા સમુદ્રના કિનારે 50 આઈલેન્ડ અને 34,000 ચોરસ કિ.મી.માં ગ્લોબલ ટુરિસ્ટ હબ બનાવવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટનો આશય વિશ્વભરના માલેતુજારોને આકર્ષિત કરવાનો છે.

મક્કાથી પશ્ચિમમાં આવેલા અલ ફેસલિયામાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો અમલ કરાશે. આ શહેરમાં મનોરંજનના સાધનો, એરપોર્ટ તથા પોર્ટનો સમાવેશ કરાયો છે. 2,450 ચોરસ કિલોમીટરમા ફેલાયેલા આ પ્રોજેક્ટ 2050 સુધીમાં તૈયાર થઈ જશે.

અર્થવ્યવસ્થા વેગવાન બનાવવા માટે સાઉદી સરકાર હવે કોન્સોર્ટ, ડાન્સ શો અને ફિલ્મની સ્ક્રીનિંગ પ્રત્યે આકર્ષણ ધરાવનારા લોકો પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન