petrol-price-today-diesel-price-today-crude-oil-barclays-bank
  • Home
  • Business
  • હજુ વધુ થશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો, 80 ડૉલર પ્રતિ બેરલ પહોંચશે ક્રૂડનો ભાવ

હજુ વધુ થશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો, 80 ડૉલર પ્રતિ બેરલ પહોંચશે ક્રૂડનો ભાવ

 | 2:25 pm IST

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા વધારાને કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલ ઉથલ પાથલને જવાબદાર ગણાવે છે. હજુ સુધી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઇ રાહતના સમાચાર મળ્યા નથી.એવામાં જો તમે એવું વિચારતા હો કે ઈંધણના ભાવ ઓછા થશે તો હાલ આવા કોઈ સમાચાર મળશે નહી. બારક્લેજ બેન્કે તેના અનુમાનમાં જણાવ્યુ છે કે કાચા ઈંધણનો ભાવ 80 ડૉલર પ્રતિ બેરલ પહોંચી જશે, આનો સીધો મતલબ છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આવનારા દિવસોમાં ઘટાડો થશે નહી.

બારક્લેજે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે 2017માં કાચા ઈંધણને લઈને ચીંતા સેવાઇ રહી હતી. તેની સપ્લાઈ સારી એવી થશે એવી આશા હતી, જોકે હાલ પરિસ્થિતિ બિલ્કુલ બદલાઇ ચુકી છે. 2020 સુધીમાં ઈંધણનો ભાવ 55 ડૉલર પ્રતિ બેરલ થઇ જાય તેવું અનુમાન છે.

અનુમાન મુજબ 2019માં ક્રૂડ 79 ડૉલર પ્રતિ બેરલ સ્તરે જઈ શકે છે. જેના કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળશે નહી. બીએનપી પરિવાસ સાથે જોડાયેલી કંપની ઓઈલ સ્ટ્રેટજીક હૈરી ચિલિગ્યુરીયન રોયટર્સ સાથે વાતચીત થતા તેણે જણાવ્યુ કે 2019માં ઈંધણની સપ્લાઈ ઓછી થશે, ઈરાન પર યૂએસ દબાણ લાવી રહ્યુ છે. વેનેજુએલામાં પ્રોડક્શન ઓછું થઇ રહ્યુ છે. જેની અસર પડશે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમત વધી રહી છે, તો સરકારને કોઈ ઠોસ પગલુ ઉઠાવવાનું રહેશે. નહીતો ઓઇલની કિંમતને નાથવી મુશ્કેલ થશે.