all india congress committee general secretary sushil shinde in rajkot
  • Home
  • Gujarat
  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે આવતીકાલે ભારતબંધમાં જોડાવા સુશિલકુમાર શિંદેની અપીલ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે આવતીકાલે ભારતબંધમાં જોડાવા સુશિલકુમાર શિંદેની અપીલ

 | 9:32 pm IST

પૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ આજે રાજકોટની મુલાકાત લીધી છે. મુલાકાત દરમિયાન તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે હાર્દિકની માંગને લઇને સરકારે વિચારવું જોઇએ. હાર્દિકની માંગ ક્યાંય વ્યક્તિગત માંગ નથી. તેમજ તેમણે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે સૌ આવતીકાલે ભારતબંધમાં જોડાવા તેવી મારી અપીલ છે તેવું પણ જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવને લઇને સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે.

સુશિલકુમાર શિંદેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસનાં ભાવ આસમાને પહોંચ્યો છે.પેટ્રોલમાં 2014ની સરખામણીએ 211.7 ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. તો ડીઝલ પર 443.06 ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાં 12 વખત વધારો કરવામાં આવ્યો છે. 2014માં એક્સાઇઝ ડ્યુટી 9.2રૂપિયા પ્રતિ લીટર હતી. 2018માં એક્સાઇઝ ડ્યુટી 19.48 રૂપિયા પ્રતિ લીટર છે.

UPAની સરકાર સમયે 16 મેને 2014ના ભાવ 107 ડોલર પ્રતિ બેરલ હતો. જ્યારે આજે 73 ડોલર ભાવ છે. ત્યારે કોંગ્રેસના સમયમાં પેટ્રોલના ભાવ 71.09 હતા અને ભાજપની સરકારમાં 79.51 રૂપિયે પહોંચ્યા છે. ભારત બંધને લઇને શાળા-કોલેજને લેખિતમાં કહ્યું છે. અમે શાંતિથી લોકોને ભારતબંધમાં જોડાવા સમજાવીશું.

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે ક્રૃડ ઓઇલનાં ભાવ 107 પ્રતિ ડોલર હતું તેમ છતાં પેટ્રોલ 71 રૂપીયા પેટ્રોલ અને 55 રૂપીયા ડિઝલ વેંચવામાં આવતું હતું. જ્યારે આજની તારીખે ભાજપ સરકારનાં સમયે ક્રૃડ ઓઇલનો પ્રતિ બેરલ 71 રૂપીયા હોવા છતાં પેટ્રોલ 80 રૂપીયા અને ડિઝલ 75 રૂપીયા પ્રતિ લીટર પહોંચ્યું છે.

4 વર્ષનાં સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ટેક્સ ઝીંકી 11 લાખ કરોડની આવક કરીને દેશની સામાન્ય જનતા પર બોઝ નાખ્યો છે. આવતીકાલનું બંધનું એલાન સરકાર માટે એક નિશાની છે જો સરકાર નહિ સમજે તો પ્રજા ચુંટણીમાં જવાબ આપશે.