Petrol will be more expensive due to the statement of this Iraqi minister
  • Home
  • Business
  • ઈરાકના મંત્રીના નિવેદન બાદ પેટ્રોલની કિંમતમાં આવશે મોટો વધારો

ઈરાકના મંત્રીના નિવેદન બાદ પેટ્રોલની કિંમતમાં આવશે મોટો વધારો

 | 5:42 pm IST
  • Share

  • PM મોદી સાથે ઓઈલ અન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ વાત કરી
  • ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા કાચું તેલ મધ્ય પૂર્વ અને ખાડી દેશો પાસેથી ખરીદે છે
  • ભારત ઈરાક, અમેરિકા અને સાઉદી અરબ પાસેથી કાચું તેલ ખરીદે છે

ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ આસમાને પહોંચ્યા છે. જેને કારણે લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમા ઘટાડો કરે, પરંતુ તે આશા પુરી થવાની શક્યાતા ખુબ ઓછી છે. કેમ કે તેલ ઉત્પાદક દેશ OPEC દેશએ એવો સંકેત આપ્યો છે જેનાથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થશે.

ભારતમાં અત્યારે પેટ્રોલના ભાવ 118.59 રૂપિયાએ પહોંચી ગયા

હકિકતમાં ભારતમાં અત્યારે પેટ્રોલના ભાવ 118.59 રૂપિયાએ પહોંચી ગયા છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ દિલ્હીમાં પેટ્રોલ 106.54 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં 112.44 રૂપિયા લીટરના ભાવે વેંચાઈ રહ્યું છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 95.27 રૂપિયા તો મુંબઈમાં 103.26 રૂપિયા છે.

કાચું તેલ 86 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું

હાલમાં કાચા તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કાચું તેલ(બ્રેંટ) 86 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયું છે. ઈરાકના પેટ્રોલિયમ મંત્રી એહસાન અબ્દુલ જબ્બારીએ કહ્યું કે, બ્રેંટનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે. બ્રેંટનો ભાવ છેલ્લા એક વર્ષમાં ડબલ થઈ ચૂક્યો છે.

ઈરાકના મંત્રીના નિવેદન બાદ ક્રૂડના ભાવમાં ઉછાળો

ઈરાકના મંત્રીના નિવેદન બાદ ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઓપેકે કહ્યું કે, ઉત્પાદન વધારવા અંગે કોઈ વિચાર નથી. આટલું જ નહીં ઠંડી વધવાથી ક્રૂડની માગમાં વધારો થશે. પરંતુ OPEC દેશ ડિસેમ્બર સુધી તેલનું ઉત્પાદન વધારવાના મૂડમાં નથી. હાલમાં છેલ્લા 7 વર્ષના સૌથી વધુ ભાવ જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો