PF Subscribers get life insurance worth 10 Lakh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર, મળી શકે છે આ મોટી ભેટ

6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર, મળી શકે છે આ મોટી ભેટ

 | 4:41 pm IST
  • Share

નોકરી કરતાં લોકો માટે ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળી શકે છે. ખાનગી ન્યુઝ એજન્સી અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પોતાના કર્મચારીઓ માટે જીવન વીમાની રાશિ વધારવાની શરૂઆત કરી દીધી છે. સુત્રો પ્રમાણે અધિકતમ હાલના 6 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે ન્યુનતમ વીમા રાસિ હાલમાં 2.5 લાખથી વધારીને 4 લાખ રૂપિયા થઈ શકે છે.

સુત્રો પ્રમાણે બે ચરળમાં વીમાની રાશિ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. જણાવી દઈએ કે ઈપીએફઓના ખાતાધારકોને કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચાર પેન્શન સ્કીમ ઉપરાંત જીવન વીમાનો એક મોટો ફાયદો મળી શકે છે. ઈપીએફના તમામ સબસ્ક્રાઈબર એમ્પલોઈ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ 1976 હેઠળ કવર થાય છે.

ઈપીએફમાં આપણા 12 ટકા પૈસા જમા થાય છે અને એટલા જ પૈસા નિયોક્તા દ્વારા ઈપીએફ અને પેન્શનમાં જમા કરાવવામાં આવે છે. પણ આ ઉપરાંત પણ કંપની દ્વારા થોડું યોગદાન આપવામાં આવે છે અને તે હેઠળ એમ્પલોઈ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ કંપની દ્વારા 0.50 ટકા યોગદાન આપવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓઃ

ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો ઘટ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન