PGVCL hit the scavenger with a two-month bill of Rs 60,000
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • PGVCLએ સફાઈ કામદારને બે મહિનાનું 60 હજારનું બિલ ફટકાર્યું

PGVCLએ સફાઈ કામદારને બે મહિનાનું 60 હજારનું બિલ ફટકાર્યું

 | 8:00 am IST
  • Share

  • પહેલાં રૂ. 2,000થી 2500 બિલ આવતું હતું

  • અન્ય 5-6લોકોને પણ 10 હજારનું બિલ મળ્યું

રાજકોટ શહેરમાં પીજીવીસીએલએ એક સફાઈ કામદારને બે મહિનાનું 60 હજારનું બિલ ફટકરાતાં કામદારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

શહેરના ઠક્કર બાપા હરીજન વાસમાં રહેતા અને સફાઈ કામદાર લક્ષ્મણભાઈ કાનજીભાઈને બે માળનું મકાન છે. સામાન્ય રીતે દર બે મહિને લક્ષ્મણભાઈને 2000થી 2500નું વીજ બીલ આવતું હતું, પરતું ગત મહિને અચાનક મીટર રીડરે રૂ. 59448.39નું વીજ બીલ અપાતા વીજગ્રાહક હેબતાઈ ગયા હતા અને આટલો બધો વીજ વપરાશ કર્યો ન હોવાની રજૂઆત વીજ અધિકારીઓને કરાઈ હતી, પરતું અધિકારીઓએ તેમની વાત સાંભળી ન હતી.

નાના એવા મકાનમાં મીટર રીડરે બે મહિનામાં ઘરમાં 4603વીજ યુનિટનો વપરાશ કર્યો હોવાથી 60 હજારનું બીલ ફટકાર્યું છે. આ એક મકાનને આટલુ તોતીગ બીલ નથી મળ્યું આજુબાજુમાં 5-6ઘરોમાં પણ 10-10 હજારના બીલ ફટકારવામાં આવ્યા છે તેમજ વીજ અધિકારીઓને ફરીયાદ કરતા અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ઘરમાં પાણી ખેંચવાની મોટરમાં ફોલ્ટ હોવાથી આટલું બીલ મળ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો