ફાર્મા સેગ્મેન્ટમાં ALEMBIC ગ્રૂપની એલેમ્બિક લિ. તગડું રિટર્ન આપી શકે - Sandesh
NIFTY 10,994.35 -24.55  |  SENSEX 36,515.65 +-25.98  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ફાર્મા સેગ્મેન્ટમાં ALEMBIC ગ્રૂપની એલેમ્બિક લિ. તગડું રિટર્ન આપી શકે

ફાર્મા સેગ્મેન્ટમાં ALEMBIC ગ્રૂપની એલેમ્બિક લિ. તગડું રિટર્ન આપી શકે

 | 1:12 am IST

શેર-સ્વેપઃ પ્રતિત પટેલ

બીએસઈ ખાતે ૫૦૬૨૩૫ કોડથી લિસ્ટેડ ૧૯૦૭માં શરૂ થયેલી એલેમ્બિક ગ્રૂપની બરોડા સ્થિત એલેમ્બિક લિમિટેડ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રિડિએન્ટનું ઉત્પાદન કરે છે અને સાથે આરએન્ડડી એક્ટિવિટી સાથે પણ સંકળાયેલી છે. આ સાથે કંપની રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મોટા પાયે સક્રિય છે. કંપની રેસિડેન્શિયલ અને કોર્મિશયલ પ્રોજેક્ટોના કન્સ્ટ્રકશનની સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવી સર્વિસિસ સાથે સંકળાયેલી છે તેમજ કંપનીની ઘણી બધી પ્રોપર્ટીઝ લીઝ ઉપર પણ આપેલી છે. રિયલ એસ્ટેટ અને ફાર્માસ્યૂટિકલ સિવાય આ કંપની કો જનરેશન થકી ૧૧ મેગાવોટ અને ૪ વિન્ડ મિલ્સ થકી ૫ મેગાવોટ પાવરનું જનરેશન કરે છે.

કંપનીની ઈક્વિટી રૂ. ૫૩.૪૧ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૮૫૮.૦૨ કરોડનું જંગી રિઝર્વ છે અને કંપની ઓલમોસ્ટ દેવામુક્ત છે. કંપનીમાં પ્રમોટરો ૬૩.૭૧ ટકા અને પબ્લિક ૩૨.૫૩ ટકા સ્ટેક ધરાવે છે. કંપનીમાં એફપીઆઈ ૧.૬૧ ટકા હિસ્સો ધરાવે છે અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ડિસેમ્બર ક્વાર્ટરમાં જ આ કંપનીમાં ૨.૧૫ ટકા સ્ટેક ખરીદ્યો છે.

કંપનીએ હાલમાં જ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જે ખૂબ જ સુંદર રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ.૦.૬૯ કરોડથી ૭૦૫.૭૯ ટકા વધીને રૂ.૫.૫૬ કરોડ થયો છે જયારે કંપનીનીઆવક રૂ. ૨૯.૯૩ કરોડ રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા ૯ મહિનાની વાત કરીએ તો કંપનીનો નફો રૂ. ૨૪.૬૭ કરોડથી ૫૦.૪૬ ટકા વધીને રૂ.૩૭.૧૨ કરોડ થયો છે જયારે આવક રૂ. ૯૨.૦૯ કરોડ રહી છે. કંપનીએ પહેલા નવ મહિના માટે રૂ. ૧.૩૯ની ઇપીએસ હાંસલ કરી છે અને સ્ટોક વર્તમાન ભાવે માત્ર ૧૦.૫ના નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે જે હરીફો કરતા ઘણો નીચો છે.

કંપની એસોસિયેટ કંપની એલેમ્બિક ફાર્માસ્યૂટિકલ લિમિટેડમાં ૨૯.૧૮ ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે જેની માર્કેટ વેલ્યૂ વર્તમાન ભાવે રૂ. ૩,૦૦૦ કરોડ ઉપર થવા જાય છે જયારે આ કંપનીની માર્કેટકેપ માત્ર રૂ. ૧,૬૨૭ કરોડ છે. કંપનીને નાણાકીય વર્ષ ૨૦૧૭માં એલેમ્બિક ફાર્મા તરફથી ડિવિડન્ડ પેટે જ રૂ.૨૨ કરોડ મળ્યા હતા. વધુમાં કંપનીએ હાલમાં જ ૧.૦૨ કરોડ શેર્સ (ઇક્વિટીના ૩.૮૪ ટકા) ને રૂ. ૮૦ સુધીના ભાવે બાયબેક કરવાની જાહેરાત કરી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮ના પહેલા નવ મહિનાના પરિણામો જોતા અને બાયબેકની જાહેરાત સાથે આ સ્ટોક વર્તમાન ભાવે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. વર્તમાન ભાવથી આ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ છે. રૂ.૫૩નો સ્ટોપ લોસ રાખીને રોકાણ કરી શકાય. ઉપરમાં મધ્યમથી લાંબાગાળામાં રૂ. ૮૫ થી રૂ. ૯૦નો આંક જોવા મળી શકે છે.