થોળમાં પક્ષીઓની ગણતરી સીધી સાઇટિંગ પદ્ધતિથી કરવામાં આવી - Sandesh
  • Home
  • Mehsana
  • થોળમાં પક્ષીઓની ગણતરી સીધી સાઇટિંગ પદ્ધતિથી કરવામાં આવી

થોળમાં પક્ષીઓની ગણતરી સીધી સાઇટિંગ પદ્ધતિથી કરવામાં આવી

 | 2:01 am IST

કડી.તા.૯

શિયાળીના ઋતુમાં વિદેશી પક્ષીઓનો અનોખો નજારો માણવા થોળ ખાતે દરરોજ સેંકડો પ્રવાસીઓ ઉતરતા હોય છે. પરંતુ શુક્રવારના રોજ અહીંયા આવો કોઇ ધમધમાટ ન હતો અને કોઇ ભુલથી અહીંયા આવી ગયા હોય નતેમને પ્રવેશ માટે અટકાવી દેવામાં આવ્યા હતા.૯ અને ૧૦ ફેબ્રુઆરીના બે દિવસ અહીંયા સામાન્ય પ્રવેશબંધી હતી.શુક્રવારના રોજ સવારના સમયગાળામાં જુદા-જુદા વાહનોમાં ૨૫થી વધારે જેટલી વ્યક્તિઓ અલગ-અલગ વાહનોમાં થોળ પક્ષી અભયારણ્યમાં વિશેષ પ્રવેશ અપાયો.આ વિશેષ પ્રવેશ મેળવનાર રાજ્યના જુદા-જુદા સ્થળેથી આવેલા પક્ષીવિદ્દો હતા અને આ પક્ષીવિદ્દો થોળ ખાતે બે દિવસીય પક્ષી ગણતરી કરવા માટે આવ્યા હતા.

ડેપ્યુટી ડાયરેકટર ગીર ફાઉન્ડેશન અને ગાંધીનગર રેન્જના એસીફ હેમંત સુથારે શક્રવારે બપોરે પક્ષીવિદ્દોનું કો-ઓડિનેશન કરીને વિવિધ ૮ ઝોન બનાવી દરેક ઝોનમાં ૩ પક્ષીવિદ્દોની વહેચણી કરી પક્ષી ગણતરી શરુ કરવામાં આવી હતી.પક્ષીઓની ગણતરીમાં ભાગ લેવા આવેલા પક્ષીવિદ્દોને યોગ્ય માર્ગદર્શન આપી ગણતરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ પક્ષીવિદ્દો પોત પોતાના ઝોનમાં પક્ષીઓની ગણતરી કરવાની હતી.

પક્ષીઓની ગણતરી શુક્રવારે બપોરે ૩ થી સાંજના ૭ સુધી થોળ તળાવમાં ક્રમશઃ ઉતરતા ઝુંડની ગણતરી કરાઇ હતી અને શનિવારે વહેલી સવારે સુર્યોદય પહેલા ૬:૩૦ થી ૧૦ સુધી ફરીથી ગણતરી કરવામાં આવશે.આમ બે તબ્બકામાં પક્ષીઓની ક્રમશઃ ગણતરીનો અંદાજ આકવામાં આવશે.ડેપ્યુટી ડાયરેક્ટર હેમંત સુથારે સંદેશ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતુકે સામાન્ય માણસોને પક્ષીઓની ગણતરી હાસ્યાસ્પદ લાગે પરંતુ પણ પક્ષીઓની ચોક્કસ પધ્ધતિથી ગણતરી કરી શકાય છે.પક્ષીઓની ગણતરી માટે ત્રણ પ્રકારની ગણતરી છે.જેમાં સેૈાથી વિશ્વનીય પધ્ધતિ ડાયરેક્ટ સાઇટીંગની પધ્ધતિ છે.જેમા પક્ષીવિદ્દોને વહેચણી કરવામાં આવેલા પોત પોતાના ઝોમાં પક્ષીઓની ગણતરી કરવાની હોય છે.જોકે કોઇ એકે ય પધ્ધતિ એવી નથી જેનાથી સો એ સો ટકા પક્ષીઓનો સાચો આંકડો મળે પરંતુ આ ગણતરીથી તે આંકડાની બહુ નજીકનો આંકડો ચોક્ક્સ મળી રહે છે.પક્ષી ગણતરીને લઇને પક્ષીવિદ્દો સહિત પક્ષીઓની ગણતરી કેવી રીતે થઇ શે અને તેમાં કાઇ ખામી રહી ન જાય તેની ચકાસણી અર્થે ગાંધીનગરના સીસીફ સિંજીસિંહ સિસોદિયા આવ્યા હતા અને તેમણે પક્ષીવિદ્દોની મુલાકાત લઇ તેમની સાથે ગુફતગુ તેમની જાણકારી મેળવી હતી.થોળ પક્ષી અભયારણયના આરએફઓ આર.બી.જાની સહિતનો સ્ટ્રાફ ખડે પગે રહી પક્ષીવિદ્દો સહિત બહારથી પધારેલ અધિકરીઓ સાથે પક્ષી ગણતરી માટેની કામગીરી આરંભી હતી.

પક્ષી ગણતરી કેવી રીતે શરુ કરી કઇ રીતે પુરુ કરાશે.

થોળ પક્ષી અભયારણ્ય ખાતે મોટા ભાગના પક્ષીઓ રાત્રી રોકણ કરવા માટે આવતા હોવાથી ડાયરેક્ટ સાઇટીગ પધ્ધતિથી ગણતરી શરુ કરાઇ હતી.શુક્રવારે બપોરે ૩:૦૦ થી સાંજના ૭ સુધી ઉતરતા પક્ષીઓની સંખ્યાનો સમાયતરે અંદાજ લગાવાય છે પક્ષીઓ રાત્રી રોકણ કરી બીજા દિવસે સવારે સુર્યોદય પહેલા ઉડતા હોવાથી શનિવારે વહેલી સવારે ૬:૩૦ કલાકે ફરીથી ઉડતા પક્ષીઓના ઝુડોની અંદાજ લગાવી ગણતરી કરી અંદાજ લગાવી કરી ચોક્કસ સંખ્યા સુધી પહોચી શકાય છે.

પક્ષીઓ ઉડી એક ઝોનમાંથી બીજા ઝોનમાં જાય તો કેવી રીતે ગણતરી ગણાય.

પક્ષીઓની ગણતરીમાં આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતે છે કારણકે પક્ષીઓને થોડી ખબર હોય છેકે પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.તેના માટે પક્ષીવિદ્દોને ખાસ સુચન કરવામાં આવેલુ હોય છે કે એક પક્ષીની બે વાર ગણતરીન થઇ જાય આ માટે પક્ષીઓની ગણતરીમાં ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.દાખલા તરીકે એક ઝોનમાં આવેલા પક્ષીઓના એક ઝુંડની ગણતરી થયા બાદ ઝુડ ઉડીને બીજી તરફ દક્ષિણ દિશામાં જાય તો તેની પક્ષીવિદ્દોએ સમયની પોતાની પાસે રહેલા ફોર્મમાં નોંધ કરે છે અને દક્ષિણ દિશમાં ગણતરીના સમયમાં જ એટલીજ સંખ્યાનું ઝુડ ુતર્યુ હોય તે ઝુડ પોતાના ઝોનની ગણતરી વાળુ ઉતર્યુ હોવાના અંદાજે બીજા ઝોનમાંથી રદ કરવામાં આવે છે.આવી રીતે ગણતરીની પક્રિયામાં સમયની નોધ પણ બહુજ અગત્યનો ભાગ ભજવે છે.

: અવકાશમાં કાલ્પનિક ઝોન પાડીને અંદાજ મેળવાય.

પક્ષીઓની ગણતરીમાં ક્યાંય મુશ્કેલી ઉભી થાય તેના માટેનો ઉપાય શોધી કઢાયો જેમાં રાત્રી રોકણ માટે પક્ષીઓ આવેછે તો થોડા થોડા સમયના અંતરે પરતુ સુર્યોદયના ૧૦ થી ૧૫ મિનિટ પહેલા બધા એક સામટા જાય છે ત્યારે આગમન ગણતરી જેટલી સેહલી છે તેટલી જ એક સાથે ઉડતા ઝુડની ગણતરી.તેના માટે અવકાશમાં પણ કાલપનિક ઝોન પાડીને અલગ-અલગ ઝોનમાં ઉડાન ભરતા પક્ષીઓની સંખ્યાનો અંદાજ મેળવવા ઝોનવાઇઝષ પક્ષીવિદ્દો મુકી દેવામાં આવે છે.ગણતરીના અંતે તમામ ઝોનનાપક્ષીઓની સખ્યાનો સરવાળો અને આગલા દિવસ સાંજે આવેલા પક્ષીઓની સંખ્યાનો સરવાળો સરખાવીને નિયત સંખ્યા નક્કી કરાઇ ચોક્કસ આંકડે પહોંચી શકાય છે.

પક્ષીઓની ગણતરી પુરી કરી આંકડા સરકારમા રજુ કરાયા બાદ જાહેર કરાય છે.

થોળ અને નળ સરોવર ખાતે બે દિવસીય પક્ષીઓની ગણતરી પક્ષીવિદ્દો અને અધિકારીઓ સાથે પુરી કર્યા બાદ તમામ આંકડાકીય માહિતી સરકારમાં રજુ કરવામાં આવે છે અને ત્યાર બાદ સમાયાંતરે જાહેર જનતામાં પક્ષીઓની ગણતરીના આંક્ડાઓ જાહેર કરવામાં આવે છે.