ફિલિપીન્સ પછી હવે હાઇમા ચીન પર ત્રાટકવાની તૈયારીમાં - Sandesh
  • Home
  • World
  • ફિલિપીન્સ પછી હવે હાઇમા ચીન પર ત્રાટકવાની તૈયારીમાં

ફિલિપીન્સ પછી હવે હાઇમા ચીન પર ત્રાટકવાની તૈયારીમાં

 | 3:27 am IST

બેઈજિંગ :

ગુરૂવારે ફિલિપીન્સમાં વિનાશ વેરીને વાવાઝોડું હાઇમા હોંગકોંગ અને ચીન તરફ આગળ વધી રહ્યું છે. ચીનનાં શેનઝેન શહેરે હાઇમા વાવાઝોડું ફૂંકાવાની શંકા વચ્ચે ચેતવણી  જારી થઈ હતી. હવામાન વિભાગે પ્રતિકલાક ૧૧૭ કિ.મી.ની ગતિએ વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી આપી છે. કાર્યલયો, શાળા-કોલેજો બંધ રાખવા સૂચના આપી હતી. વાવાઝોડા સાથે ૧૦૦ મિલિમીટર વરસાદ તૂટી પડે તેવી શંકા સેવાઈ રહી છે. કિનારા વિસ્તારનાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં હતાં અને લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપવામાં આવી હતી. ગુઆંગદાંગ, જિંયાંગ્શી, ફુજિયાના અને ગુઆંગ્શી પ્રાંતમાં રેલવેસેવા પ્રભાવિત થઇ છે. અનેક શહેરો વચ્ચે દોડતી ૧૦૫ જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. ૭૬ વિમાન ઉડ્ડયન પણ રદ કરવામાં આવ્યાં હતાં.

ફિલિપીન્સમાં હાઈમાએ ૧૨નો ભોગ લીધો  

ફિલિપીન્સમાં ચક્રવાત હાઇમાએ ૧૨ લોકોનો ભોગ લીધો હતો. અનાજ અને ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખાસ કરીને બુધવારે ૨૨૫ કિ.મી. પ્રતિકલાકે વાવાઝોડું ત્રાટક્યું હતું કે તે કગાયના પ્રાંતમાં ૫૦થી ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે.

હોંગકોંગ ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

ફિલિપીન્સ પછી હોંગકોંગ અને ચીન તરફ આગળ વધી રહેલાં ચક્રવાત હાઇમાનો સામનો કરવા હોંગકોંગ સજ્જ થઈ ચૂક્યું છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં શહેરમાં બધું જ બંધ હતું. બપોરે તટીય વિસ્તારમાં ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા લાગતાં નાસભાગ મચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન