phone call not done due to network marriage, rap case on your husband
  • Home
  • Featured
  • કળયુગી સંબંધો, ખરાબ નેટવર્કને લીધે ફોન ન લાગ્યો તો પતિ પર કર્યો રેપ કેસ

કળયુગી સંબંધો, ખરાબ નેટવર્કને લીધે ફોન ન લાગ્યો તો પતિ પર કર્યો રેપ કેસ

 | 5:41 pm IST

ખરાબ નેટવર્ક કવરેજના કારણે એક યુવતીને રેપ કેસ દાખલ કરવાની સ્થિતિ આવી ગઈ. મુખર્જી નગરમાં રહેતી અને UPSC ની તૈયારી કરતી યુવતી અને તેના પ્રેમીની વચ્ચે શારિરીક સંબંધ બંધાઈ ગયા હતાં. જોકે યુવક સાથે સંપર્ક ન થવાને કારણે યુવતીને લાગ્યું કે, તેના પાર્ટનરે તેને દગો દીધો છે. જે બાદ યુવતી પોલીસ પાસે પહોંચી ગઈ.   

પાર્ટનર સામે રેપ કેસ ફાઈલ કરવાના થોડા સમય બાદ યુવતીએ પોતાની જુબાની બદલી અને કહ્યું કે, તે અને આરોપી પતિ – પત્ની છે. આ મામલો બિમલા કુમારીની અદાલતમાં પહોંચ્યો, જ્યાં કેસ અનુસાર ફરીયાદી મહીલાએ વારંવાર યૌન શોષણનો સમયગાળો બતાવ્યો હતો. તે જુલાઈ થી સપ્ટેમ્બર 2017 ની વચ્ચેનો હતો. જ્યારે તે એક ભાડાના મકાનમાં રહેતી હતી. ત્યારે આરોપી વારંવાર તેના ઘર આવતો – જતો રહેતો હતો. અને બંન્ને સાથે જમતા પણ હતાં.

પીડીતાએ પોતાની જુબાનીમાં કહ્યું કે, 2 જુલાઈ 2017ના આરોપીએ પીડીતાના માથામાં સિંદૂર ભર્યો હતો.જે બાદ થોડા દિવસો પછી તે પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. આ વચ્ચે પીડીતાએ કંઈ કેટલીય વાર ફોન કરીને સંપર્ક કરવાની કોશીશ કરી પરંતુ યુવક સાથે કોઈ વાત ન થઈ શકી. યુવતીને લાગ્યું તેની સાથે દગો થયો છે. અને તે ફરીયાદ કરવા પોલીસ પાસે પહોંચી ગઈ.

પોલીસ સ્ટેશનમાં પીડીતની મુલાકાત એક સોશ્યલ વર્કર સાથે થઈ, જેણે ફરીયાદ નોંધાવડાવી. યુવતીનું કહેવું હતું કે,  તે સોશ્યલ વર્કરના કહેવા ઉપર તેણે કેસ દાખલ કરાવ્યો હતો. અને કોર્ટમાં જુબાની પણ આપી હતી. જોકે, બાદમાં પીડીતાએ ટ્રાયલ કોર્ટમાં રેપ ની વાતથી સ્પષ્ટ નનૈયો ભણી દીધો. યુવતી એ વાત પણ નકારી કે, લગ્નની લાલચ આપી તેની સાથે શારિરીક સંબંધ બનાવવામાં આવ્યા. કોર્ટમાં તેણે કીધું કે, બંન્નેની સહમતીથી સંબંધ બન્યા હતા અને બંન્ને એક બીજા સાથે પરણેલા છે.

કોર્ટે કહ્યું કે, પીડીતા કોઈ દબાવમાં આ જુબાની નથી આપી રહી. યુવકે પણ પુરો સપોર્ટ કરીને કહ્યું કે, બંન્ને પતિ – પત્ની છે. આ કેસમાં કોર્ટને કોઈ એવો પુરાવો ન મળ્યો, જેનાથી સાબિત થાય કે, યુવતી સાથે જબરદસ્તી કરવામાં આવી હોય. કોર્ટે આરોપીને રેપના આરોપથી નિર્દોષ છોડી દીધો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન