ફોનની `કાલ, આજ અને કાલ’ દર્શાવે છે મ્યુઝિયમ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ફોનની `કાલ, આજ અને કાલ’ દર્શાવે છે મ્યુઝિયમ

ફોનની `કાલ, આજ અને કાલ’ દર્શાવે છે મ્યુઝિયમ

 | 6:23 pm IST

સ્માર્ટફોનનો યુગ શરૂ પણ નહોતો થયો એ પહેલાંથી સ્લોવેકિયાના ડોબ્સિના ટાઉનમાં રહેતા સ્ટીફન પોલ્ગરી નામના જુવાનિયાને મોબાઇલ ફોનનું ઘેલું લાગેલું હતું. હાલમાં 26વર્ષના સ્ટીફને 11 વર્ષની વયે નવા બહાર પડતા મોબાઇલના ઓનલાઇન રિવ્યુ કરવાનું શરૂ કર્યું હતું.

નોકિયા, અલ્કાટેલ, સાગેમ, એરિકસન, જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઉપરાંત સ્લોવેકિયામાં એ વખતે ઉપલબ્ધ તમામ બ્રાન્ડના ફોનનો રિવ્યૂ કરવાની તેણે શરૂઆત કરી હતી. સ્માર્ટફોનની ક્રાંન્તિ પછી તેનો ફોનપ્રેમ જબરદસ્ત પાંગર્યો છે.

બે વર્ષ પહેલાં તેણે કેટલાક હજાર યુરોમાં એક વ્યકિત પાસેથી 1000 જેટલા જૂના ફોનનું કલેકશનની ખરીદી કરી હતી. બસ ત્યારપછીથી તેને અત્યાર સુધીમાં બહાર પડેલાં ઇન્ટરનેશનલ કંપનીઓનાં તમામ મોડલ્સનું કલેકશન કરવાની ધૂન સવાર થઈ ગઈ છે. હાલમાં તેની પાસે અત્યંત જૂનામાં જૂના લગભગ 3500 હેન્ડસેટનું કલેકશન છે. એમાંથી મોટા ભાગના ફોન હજીયે કામ કરે છે.

આ કલેકશનમાં લગભગ 1231 મોડલ છે. કડક પથ્થર જેવા બટન ધરાવતા ફોનમાંથી હવે સોફટ ટચ સ્માર્ટફોન સુધીની સફર લોકો પણ જોઇ શકે એ માટે તેણે એક મ્યુઝિઅમ ખોલ્યું  છે. બિઝનેસમેનોમાં પ્રચલિત એન્ટેના ધરાવતા કમ્પાસ-બોકસ જેવા ફોનથી લઇને સ્માર્ટફોન યુગ પહેલાંનાં તમામ મોડલો એકઠાં કરવા હજીયે આ ભાઇ ઠેર-ઠેર શોધ ચલાવી રહ્યા છે.