જલ્દી આવી રહ્યો છે દુનિયાનો પહેલો 8GB રેમવાળો સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Lifestyle
  • જલ્દી આવી રહ્યો છે દુનિયાનો પહેલો 8GB રેમવાળો સ્માર્ટફોન

જલ્દી આવી રહ્યો છે દુનિયાનો પહેલો 8GB રેમવાળો સ્માર્ટફોન

 | 7:16 pm IST

સ્માર્ટફોન બનાવતી કંપની LeEcoએ કેટલાક મહિનાઓ પહેલાં જ Le 2 લોન્ચ કર્યો છે. ચાઇનીઝ મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે આ કંપની Le 2ના અપગ્રેડેડ વર્ઝન Le 2s પર કામ કરી રહી છે. ચીનમાં આ વર્ઝનના ફોટા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે એ વાત અલગ છે કે આ ફોટોની પુષ્ટિ LeEcoએ નથી કરી.

સમાચાર છે પણ છે કે LeEco Le 2s દુનિયાનો પહેલો 8GB રેમવાળો ફોન હોઈ શકે છે. માનવામાં આવે છે કે આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 821 ચિપસેટ પર હોઈ શકે છે.

આ ફોનના સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો માનવામાં આવે છે કે સ્માર્ટફોનમાં 64GB ઇન્ટરનલ મેમરી સાથે 5.5 ઇંચનો ડિસ્પ્લે તેમજ 2.5Dનો ગ્લાસ હશે. થોડા મહિના પહેલાં લોન્ચ કરવામાં આવેલા LeEco Le 2માં 5.5 ઇંચનો ડિસ્પ્લે હોય છે જેનું રિઝોલ્યુશન (1080×1920) પિક્સેલ છે. પ્રોસેસરની વાત કરીએ તો એમાં 2.3GhZ ડેકા-કોર મીડિયાટેક હીલિયો x20 પ્રોસેસર સાથે આવે છે. આ સાથે જ 3 જીબી રેમ છે. Le 2માં 16 મેગાપિક્સેલનો રિયર કેમેરા તેમજ 8 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 32 જીબી છે. બેટરીની વાત કરીએ તો એમાં 3000mAh બેટરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન