Photo of Donald Trump's Ahmedabad trip And modi
  • Home
  • Featured
  • એરપોર્ટથી ઉતરી આશ્રમ સુધીની ટ્રમ્પની સફર જુઓ PHOTOS સ્વરૂપે, લોકોના ખુશીનો પાર નથી!

એરપોર્ટથી ઉતરી આશ્રમ સુધીની ટ્રમ્પની સફર જુઓ PHOTOS સ્વરૂપે, લોકોના ખુશીનો પાર નથી!

 | 12:54 pm IST

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. પત્ની મેલાનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા. પ્રોટોકોલ તોડીને પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે પહોંચ્યા. જેવા જ સીડીઓથી ટ્રમ્પ નીચે આવ્યા ત્યાં જ આગળ ઉભેલાં વડા પ્રધાન મોદી તેમને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનાં બે દોસ્ત મળી રહ્યા હોય તેવો નજારો એરપોર્ટ પર સર્જાયો હતો. તો ટ્રમ્પે પણ ગાડીમાં બેસીને રસ્તા પર સ્વાગત માટે ઉભેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

એરપોર્ટથી સીધા પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો સાબરમતી આશ્રમ પહોંચ્યો હતો. એરપોર્ટ બાદ ટ્રમ્પ પોતાની બીસ્ટ ગાડીમાં બેસીને ઈન્ડિયા રોડ શો શરૂ થયો હતો. રસ્તા પર જતાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.તો ટ્રમ્પે પણ ગાડીમાં બેસીને રસ્તા પર સ્વાગત માટે ઉભેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન