Photo of Golden Girl declaring Dang a natural district goes viral
  • Home
  • Featured
  • ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાતા ગોલ્ડન ગર્લનો ફોટો વાયરલ

ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાતા ગોલ્ડન ગર્લનો ફોટો વાયરલ

 | 10:02 am IST
  • Share

  • ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લનો ફોટો વાયરલ

  • ખેડૂત પરિવારની દીકરીની જેમ ખેતરમાં કાપણી કરતી

 

તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લનો ફોટો અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવ્યા બાદ પણ સામાન્ય ખેડૂત પરિવારની દીકરીની જેમ ખેતરમાં ડાંગરની કાપણી કરતી સરિતા ગાયકવાડ દેખાઇ રહી છે. દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન આવવા બદલ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં DYSP તરીકે વિષેશ નિયુક્ત થઈ છે, છતાં સામન્ય મહિલાની જેમ ખેતરમાં કામ કરતી જોવા મળે છે.

સાદાઇ પૂર્વક ખેડૂત પુત્રી તરીકેનું જીવન જીવે

ઉલ્લેખનિય છે કે આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવનાર સરિતા ગાયકવાડનો ખેતરમાં કામ કરતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ સરિતા ગાયકવાડનો આ વીડિયો વાયરલ થયો છે. ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના લોકોએ વખાણ કર્યાં છે. આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવ્યા બાદ અને પોલીસ વિભાગમાં ડીવાયએસપીની ફરજ બજાવ્યા બાદ પણ તેઓ સાદાઇ પૂર્વક ખેડૂત પુત્રી તરીકેનું જીવન જીવે છે. સામાન્ય ખેડૂત પરિવારની દિકરીની જેમ તેઓ ખેતરમાં ડાંગરની કાપણી કરતા દેખાયા છે.

ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ DYSP છે

ગત વર્ષે જ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4×400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં DYSP તરીકે નિમણૂક આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો