Photo of Sophia comparing herself with Sana Khan goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોફિયા હયાતના હોટ અને બોલ્ડ ફોટો થયા વાયરલ, સના ખાનની સાથે થઈ રહી છે તુલના

સોફિયા હયાતના હોટ અને બોલ્ડ ફોટો થયા વાયરલ, સના ખાનની સાથે થઈ રહી છે તુલના

 | 1:11 pm IST
  • Share

બિગબોસ ફેમ સના ખાન (Sana Khan) આજકાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. સના ખાને સૂરતના રહેવાસી મુફ્તી અનસ(Mufti Anus)ની સાથે લગ્ન કરી લીધા છે. કેટલાક દિવસો પહેલા જ તેણે એક્ટિંગની દૂનિયા છોડી દીધી હતી અને ધર્મના રસ્તે નિકળી પડી હતી. તેણે સોશિયલ મીડિયા(Social Media)માંથી આપત્તિજનક તમામ ફોટો ડિલેટ કરી દીધા હતા. કેટલાક વર્ષો પહેલા સોફિયા હયાતે પણ કંઈ એવું જ કર્યું હતું. સોફિયા હયાત (Sophia Hayat) પણ ખુબ જ હોટ અને ગ્લેમરસ છે. તેના કેટલાક ફોટો આજે ફરી વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા(Social Media) માં આજે સોફિયાના દરેક ફોટોને ખુબ જ શેર અને પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS…

હવે સના ખાન(Sana Khan)ની તુલના લોકો સોફિયા હયાત(Sophia Hayat)ની સાથે કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે સોફિયા પણ પોતાની કારકિર્દી છોડીને નન બની ગઈ  હતી અને પછી તેણીએ લગ્ન કરી લીધા હતા. સનાની સાથે થઈ રહેલી તુલનાને લઈને સોફિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. સોફિયા આ ઘટનાને લઈને ખુબ જ ગુસ્સે થયેલી જોવા મળી રહી છે.  એક ખાનગી મીડિયા સાથે વાત કરતે સોફિયાએ જણાવ્યું હતુ કે તેમની તુલના કરવી ખોટું છે. સોફિયાએ કહ્યું કે હું સના ખાનની સાથે પોતોની તુલનાથી કંટાળી ગઈ છું. કેટલાક લોકોને ખબર નહીં શું થઈ ગયું છે. તેમને લાગે છે કે આધ્યાત્મનો માત્ર કપડા સાથે જ લેવા દેવા છે. જ્યારે હું નન હતી ત્યારે મેં 18 મહિના સુધી સંભોગ કર્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન