દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજના પાત્રમાં જોવા મળી તાપસી પન્નુ, બાયોપિકમાં કરી રહી છે કામ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજના પાત્રમાં જોવા મળી તાપસી પન્નુ, બાયોપિકમાં કરી રહી છે કામ

દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજના પાત્રમાં જોવા મળી તાપસી પન્નુ, બાયોપિકમાં કરી રહી છે કામ

 | 2:55 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Tapsi Pannu) આજકાલ તેમની આગામી ફિલ્મોની તૈયારીમાં વ્યસ્ત છે. અભિનેત્રી ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj)ના જીવન પર બનેલી ફિલ્મમાં જોવા મળશે. તાપસી પન્ન (Tapsi Pannu)એ આ પાત્રની તૈયારી શરૂ કરી દીધી છે. તાપસી પન્નુએ હાલમાં મિતાલીના તેના લુકના કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટા સોશિયલ મીડિયા (Social Media) પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં તાપસી પન્નુ (Tapsi Pannu) સંપૂર્ણ સ્લીવમાં ટી-શર્ટ સાથે ટ્રેક પેન્ટ પહેરીને નજરે પડી રહી છે. તેના હાથમાં ક્રિકેટ બેટ અને ગ્લોવ્સ છે અને બેટિંગ પેડ્સ છે. આ ફિલ્મ દિગ્ગજ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj)ના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ ધોળકિયા (Rahul Dholakiya) કરશે. 2019 માં મિતાલી રાજ (Mithali Raj)ના જન્મદિવસ પર, તાપસી પન્નુ (Tapsi Pannu)એ આ પ્રોજેક્ટ સાથે જોડાવાની ઘોષણા કરી હતી. જુઓ આ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન