#VotingRound3 : PM Narendra Modi met his mother in Gandhinagar
  • Home
  • Photo Gallery
  • તસવીરમાં છલકાયો માતૃપ્રેમ: હીરા બાએ દીકરા નરેન્દ્રને કર્યું રાજ તિલક, હાથમાં આપ્યા શુકનના રૂ.500

તસવીરમાં છલકાયો માતૃપ્રેમ: હીરા બાએ દીકરા નરેન્દ્રને કર્યું રાજ તિલક, હાથમાં આપ્યા શુકનના રૂ.500

 | 9:50 am IST

ગુજરાતમાં વોટિંગ કરતાં પહેલાં મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં માતાને મળવા ઘરે પહોંચ્યા. તેમણે માતા હીરાબાને પગે લાગ્યા અને આશીર્વાદ લીધા. આ દરમ્યાન માતાએ તેમણે કંસાર ખવડાવી અને આશીર્વાદ પેટે ચુંદડી પણ આપી દીધી. માતા હીરાબા એ દીકરા નરેન્દ્ર મોદીને 500 રૂપિયાના શુકનના હાથમાં આપ્યા.

મોદીના માતાના ઘરમાં દિવાલ પર રાધા-કૃષ્ણની તસવીર લાગેલી હતી અને સ્વામી વિવેકાનંદની નાનકડી મૂર્તિ પણ જોવા મળી. વોટિંગ કરતાં પહેલાં માતાએ પીએમ મોદીને વિજય તિલક કરી આશીર્વાદ પણ આપ્યા. મોદીએ આ અવસર પર પોતાના હાથેથી માતાને મોં મીંઠુ કરાવ્યું.

2014માં લોકસભા ચૂંટણી પરિણામ બાદ પણ મોદી મતાને મળવા પહોંચ્યા હતા. મોદી ઘણા સમય સુધી માતાની સાથે બેઠા હતા. તેમની માતા સાથે ઘણી વાતચીત કરી હતી. તેમની માતા એ તેમને તિલક કર્યું અને આશીર્વાદ આપ્યા હતા. 2014મા નરેન્દ્ર મોદીના માતા હીરાબા એ કહ્યું હતું કે મારો દીકરો દેશની સેવા કરશે, જેવી તેમણ ગુજરાતમાં કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન