ફોટોગ્રાફીની  પ્રક્રિયા હેલિયોગ્રાફી તરીકે ઓળખાય છે - Sandesh
  • Home
  • Kheda – Anand
  • ફોટોગ્રાફીની  પ્રક્રિયા હેલિયોગ્રાફી તરીકે ઓળખાય છે

ફોટોગ્રાફીની  પ્રક્રિયા હેલિયોગ્રાફી તરીકે ઓળખાય છે

 | 2:50 am IST

કેમેરો એ સાધન છે જેનાથી ફોટો પાડી શકાય છે. ફિલ્મો બનાવવા તેમજ કોઇ પળોને યાદગીરીરૂપે રાખવા માટે પણ કેમેરાનો ઉપયોગ થાય છે. કેમેરાનું કાર્ય માનવ આંખ જેવંુ હોય છે. ૧૮૨૬માં ચાર્લ્સ અને વિન્સેન્ટ શેવલાઇટર દ્વારા પેરિસમાં પ્રથમ બોક્સવાળો કેમેરો બનાવવામાં આવ્યો હતો. જેના દ્વારા જોસેફ નિકોફોર નિએાપેસે પ્રથમ ફોટોગ્રાફ બનાવ્યો હતો. જેમાં તે સફળ થયો હતો. તે બિટયુમન સાથે કોટેડ પે૫રની મદદથી આઠ કલાકની જહેમત બાદ ફોટોગ્રાફ બનાવવામાં સફળ થયો હતો. આ પૂરી પ્રક્રિયાને નિઓપેસ હેલિયોગ્રાફી તરીકે ઓળખાવે છે. કારણ કે ફ્રેન્ચ ભાષામાં સૂર્યપ્રકાશને હેલોસ કહે છે. ગ્રાફ એટલે છાપવું. પ્રકાશને છાપવાની ક્રિયા એટલે હેલિયોગ્રાફી.