Photos: સામાન્ય માંની જેમ આરાધ્યાનો ઉછેર કરી રહી છે ઐશ્વર્યા - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: સામાન્ય માંની જેમ આરાધ્યાનો ઉછેર કરી રહી છે ઐશ્વર્યા

Photos: સામાન્ય માંની જેમ આરાધ્યાનો ઉછેર કરી રહી છે ઐશ્વર્યા

 | 3:53 pm IST

ઐશ્વર્યા રાય બચ્ચનનું સ્ટારડમ હજુ પણ અકબંધ છે. તે જ્યાં જાય છે કેમેરા તેની તરફ જતા હોય છે. ઐશ્વર્યા જ નહીં પરંતુ તેની 6 વર્ષની દીકરી આરાધ્યા પણ લાઇમલાઇટમાં રહેતી હોય છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ જણાવ્યુ કે જ્યારે આરાધ્યા તેની સાથે હોય છે ત્યારે તે ફોટોગ્રાફર્સનો સામનો કઇ રીતે કરે છે.

ઐશ્વર્યાએ કહ્યું હતું કે, “આરાધ્યા હજુ નાની છે. આરાધ્યા બધુ જ સમજે છે. આરાધ્યા બાળપણથી જ મીડિયાનો સામનો કરી રહી છે. જ્યારે મેં આ બધુ 20 વર્ષની ઉંમરે જોયું હતું. મને ખબર નથી કે આરાધ્યા માટે આ બધુ કેટલુ સામાન્ય છે. મારો પ્રયત્ન એ રહે છે કે આરાધ્યાનો ઉછેર સામાન્ય રીતે થાય. હું તેના માટે એક સામાન્ય માં છું. હું દરરોજ તેની

સ્કૂલે જઉં છું. હું તેની સાથે દરેક નૉર્મલ ચીજ કરું છું. તેની સાથે પાર્ક જઉં છું, માર્કેટ જઉં છું જેથી એ સમજી શકે કે શું નૉર્મલ છે અને શું સોશ્યલ એક્સાઇટમેન્ટ?”