Photos: ચંકી પાંડેએ પોતાની દીકરી વિશે કહ્યું, "એ પેદા જ ના થાત જો...." - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ચંકી પાંડેએ પોતાની દીકરી વિશે કહ્યું, “એ પેદા જ ના થાત જો….”

Photos: ચંકી પાંડેએ પોતાની દીકરી વિશે કહ્યું, “એ પેદા જ ના થાત જો….”

 | 7:31 pm IST

કરણ જોહર પોતાની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’માં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને લૉન્ચ કરશે તેવી ચર્ચાઓની વચ્ચે ચંકી પાંડેએ એક નિવેદન આપ્યું છે. ચંકી પાંડેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અનન્યા એક્ટિંગ અને ડાન્સની ટ્રેનિંગ લઇ રહી છે. જો કે ચંકી પાંડેએ અનન્યાનાં બોલિવુડ ડેબ્યૂને લઇને કંઇપણ કહેવાનું ટાળ્યું હતું.

ચંકી પાંડેએ કહ્યું કે, “મારી દીકરી જન્મથી જ એક્ટર છે. જો તે કલાકાર ના હોત તો તે પેદા જ ના થાત.” ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’ને પુનીત મલ્હોત્રા નિર્દેશિત કરશે. ગત દિવસોમાં અનન્યા પુનીત મલ્હોત્રા સાથે જોવા મળી હતી. આ ફિલ્મનાં હીરો તરીકે ટાઇગર શ્રોફને લેવામાં આવે તેવી ચર્ચાઓ છે. ઉલ્લેખનીય છે કે અનન્યાએ પેરિસનાં Bal Des Debutantesમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટને ‘Le Bal’ પણ કહેવામાં આવે છે. આમાં સમગ્ર દુનિયામાંથી 20 છોકરાઓ અને 20 છોકરીઓ ભાગ લે છે. આ ઇવેન્ટ સૌથી પહેલા 1992માં થઇ હતી. સમગ્ર દુનિયામાંથી પ્રભાવશાળી પરિવારનાં લોકો આ ઇવેન્ટમાં ભાગ લે છે.