Photos: મુંબઇ પહોંચતા જ પતિ વિરાટ સાથે અનુષ્કા પહોંચી શ્રીદેવીનાં ઘરે - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: મુંબઇ પહોંચતા જ પતિ વિરાટ સાથે અનુષ્કા પહોંચી શ્રીદેવીનાં ઘરે

Photos: મુંબઇ પહોંચતા જ પતિ વિરાટ સાથે અનુષ્કા પહોંચી શ્રીદેવીનાં ઘરે

 | 12:03 pm IST

બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીનાં નિધન પછી સમગ્ર બોલિવુડ ગમગીન છે. આ દુ:ખની પળોમાં બોલિવુડ કપૂર પરિવારની સાથે ઉભુ છે. શ્રીદેવીને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. બોલિવુડનાં લગભગ દરેક કલાકારે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તમામની વચ્ચે અભિનેત્રી અનુષ્કા શર્મા શોક સભામાં ઉપ

સ્થિત નહોતી રહી શકી. આ પાછળ અભિનેત્રીની અપકમિંગ ફિલ્મ ‘સુઇ-ધાગા’ની શૂટિંગને ગણાવવામાં આવી રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અભિનેત્રી અનુષ્કા શર્મા તે સમયે ભોપાલમાં હતી, આ કારણે તે મુંબઇ આવી શકી નહોતી. અનુષ્કા શનિવારે રાત્રે મુંબઇ પરત ફરી અને તેણે પતિ વિરાટ કોહલી સાથે શ્રીદેવીનાં ઘરે પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અનુષ્કા શર્મા શ્રીદેવીનાં પરિવારને મળીને ઘણી જ ભાવુક થઇ ગઇ હતી.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં લગ્નમાં શ્રીદેવી ઉપસ્થિત રહ્યા હતા અને તે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.