Photos: Celebration Of Holi in Pakistan
  • Home
  • Photo Gallery
  • પાકિસ્તાનમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણીની રંગીન તસવીરો આવી સામે

પાકિસ્તાનમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણીની રંગીન તસવીરો આવી સામે

 | 9:15 am IST

પાકિસ્તાનના લાહોરમાં હિન્દુઓએ ધામધૂમથી હોળીનો તહેવાર મનાવ્યો. અહીં બધાએ એકબીજાને અબીર-ગુલાલ છાંટી હોળીની શુભકામનાઓ પાઠવી હતી. પારંપરિક રીતે નાચ-ગાન સાથે રંગોના તહેવારની ઉજવણી થઇ હતી. લાહોરથી આવેલી હોળીની તસવીરોને જોઇ એ કહેવું મુશ્કેલ છે કે આ ભારતના કોઇ શહેરની જ છે કે પછી પાકિસ્તાનની તસવીર છે. સ્થાનિક મીડિયા રિપોર્ટસના મતે લોકો લાહોરના એક મંદિરમાં ભેગા થયા હતા અને એકબીજાની ઉપર રંગ છાંટી હોળીની શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સાથે આ તહેવારમાં સ્થાનિક લોકો એ પણ ભાગ લઇ એકબીજાને રંગ ઉડાડી પ્રેમનો સંદેશ પાઠવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન