Photos: Cook Outside In One Of The Coldest Places On Earth
  • Home
  • Photo Gallery
  • Photos: દુનિયાની એવી જગ્યા જયાં ગરમાગરમ નુડલ્સ અને ઇંડા પલકારામાં થીજીને ઠીકરું

Photos: દુનિયાની એવી જગ્યા જયાં ગરમાગરમ નુડલ્સ અને ઇંડા પલકારામાં થીજીને ઠીકરું

 | 11:30 am IST

આજે અમે તમને દુનિયાની સૌથી ઠંડી જગ્યાની તસવીરો જણાવીશું જ્યાં કોઇપણ વસ્તુ પલકારામાં થીજીને થઇ જાય છે ઠીકરું. એન્ટાર્કટિકાના કોન્કોર્ડિયા સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર રહેલા સયપ્રિન વર્સેક્સે જણાવ્યું કે અહીંયા એટલી ઠંડી છે કે સ્ટેશનની બહાર નીકળીને જો ઇંડું તોડીએ તો તે પણ થીજી જાય છે. માઇનસ 70 ડિગ્રી તાપમાનના લીધે અહીંયા ગરમાગરમ નુડલ્સ પણ તરત જ ફ્રોઝન થઇ જાય છે અને બ્રેડ ઉપર જામ કે ચોકલેટ સ્પ્રેડ લગાડવા જઇએ તો તે પહેલાં જ થીજી જાય છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય પદાર્થોને લાંબો સમય સાચવવા જે ફલેશ ફ્રિઝિંગની ટેકનિક વાપરવામાં આવે છે. તેમાં પદાર્થને ઇન્સ્ટન્ટલી ફ્રોઝન કરાય છે. એન્ટાર્કટિકમાં બહારના વાતાવરણમાં કંઇક આવી જ સ્થિતિ થાય છે.