photos fan proposes bhumi pednekar for marriage gets reply
  • Home
  • Featured
  • PHOTOS: તમારી સુંદરતા મારકણી છે અંદરથી કોરી ખાય છે, અભિનેત્રીએ કહ્યું- ટેન્શન ના લો હુંં તમને…

PHOTOS: તમારી સુંદરતા મારકણી છે અંદરથી કોરી ખાય છે, અભિનેત્રીએ કહ્યું- ટેન્શન ના લો હુંં તમને…

 | 11:34 am IST

ભૂમિ પેડનેકર આજકાલ પોતાની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં ભૂમિનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ પહેલા ભૂમિ ‘સોનચિડિયા’ અને ‘સાંડ આંખ’ જેવી ફિલ્મોમાં નોન-ગ્લેમરસ રોલમાં જોવા મળી હતી. ‘પતિ પત્ની ઔર વો’માં ભૂમિ સ્ટાઈલિશ હાઉસ વાઈફના રોલમાં જોવા મળશે.

અભિનેત્રી ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ એક ફેને લખ્યું કે, “ હેલ્લો બ્યૂટિફુલ મેમ, એક દિવસ પણ હું તમારો ફોટો જોયા વગર રહી નથી શકતો. તમે ખૂબ સુંદર છો. તમે એક સામાન્ય યુવતી હોત તો કેવું સારું, પરંતુ તમે તો સેલિબ્રિટી છો. હું તમને ગમે તેટલો પ્રેમ કરું છતાં પણ તમે નોન-સેલિબ્રિટી સાથે લગ્ન કરો તેવા કોઈ ચાન્સ નથી. ખુબ દુઃખ થાય છે.”

આ ટ્વિટના જવાબમાં ભૂમિએ લખ્યું, “સેલિબ્રિટી હોવ કે ના હોય પણ અત્યારે તો લગ્નની સંભાવના ખુબ ઓછી છે. પરંતુ તમે મને મિસ કરો તેવું હું થવા નહીં દઉં. હું વધુ ને વધુ ફિલ્મી પડદે આવતી રહીશ.” ભૂમિએ ફેન્સને જવાબ આપતાં તે ખુશ થયો અને આભાર માનવા માટે ફરી એક ટ્વિટ કર્યું કે “આભાર. હું આશા રાખું છું કે તમે હંમેશા મોટા પડદે આવતા રહો. પણ મારી સમસ્યા બીજી છે. તમારી સુંદરતા મારકણી છે અને મને અંદરથી કોરી ખાય છે. હું તમને જોયા પહેલા મરવા નથી માગતો. હું જીવનમાં એકવાર તમને મળવા માગુ છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન