Festival of colors is celebrated in Holi, also abroad
  • Home
  • Featured
  • Photos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ

Photos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ

 | 6:18 pm IST

હોળીના તહેવારને ભારતમાં ખુબજ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ તહેવાર રંગો અને ઉત્સવનો તહેવાર હોવાથી જીવનમાં નવા રંગ રૂપ ભરી દે છે આ તહેવાર. એક સરખા જીવનથી જ્યારે થાક લાગે ત્યારે તાજામાજા થવામાટે આપણે ત્યાં ખાસ પ્રકારનો તહેવાર ઉજવી તાજગી લાવવામાં આવે છે. દરેક પ્રાંત અને તહેવારોને અલગ અલગ રીતે ઉજવીને મનાવવામાં આવે છે. આપણે ત્યાં દરેક ધર્મ દરેક સમાજ અને દરેક ઋતુ માટે તહેવારો ઉજવવામાં આવે છે.

જોકે સમગ્ર વિશ્વમાં તહેવારોને અલગ અલગ રીતે ઉજવવામા આવે છે. આપણે ત્યાં જે રીતે હોળીની ઉજવણી થાય છે આ જ તહેવારને અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. જો તમે પણ આ અલગ રીતની હોળીની ઉજવણી કરવા માંગો છો તો તમારે આ તમામ જગ્યાઓની મુલાકાત લેવી જોઈએ.

બોરાયગ મડ ફેસ્ટિવલ

આ તહેવારને ખાસતો સાઉથ ઓફ સિયોલમાં મનાવવામાં આવે છે. લોકો મડ એટલેકે કિચ્ચડથી લથબથ થઈને આ તહેવારની ઉજવણી કરે છે. આ તહેવાર માટી સાથે જોડાયેલો હોવાથી લોકોને ખુબજ પસંદ આવે છે.

ગાર્મા ફેસ્ટિવલ

આ તહેવાર ઓસ્ટ્રેલિયામાં ખાસ કરીને આદીવાસી પ્રજાતી સાથે જોડાયેલો છે. પોતાની રોજીંદી જીવન ઘરેડમાંથી કંઈક અલગ કરવા આ તહેવારની ઉજવણી થાય છે.

લા ટોમાટિના

આ તહેવાર વેલેનશેનમાં ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં લોકો એક બીજા પર ટમેટા ફેંકે છે અને આનંદ ઉઠાવે છે.

એલ્સ એનફર્નિયાટ્સ

આ તહેવાર ખાસ સ્પેનમાં ઉજવવામાં આવે છે સ્પેનમાં ખુબજ બરફ પડતો હોવાથી ત્યાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

ઓરેંજ બેટલ ફેસ્ટિવલ

ઈટલીમાં આ તહેવાર ખાસ ઉજવવામાં આવે છે. એક બીજા પર ઓરેંજ ફેંકીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

વોટરમેલન ફેસ્ટિવલ

ઓસ્ટ્રેલિયામાં આ તહેવાર ઉજવવામાં આવે છે.

કાર્નિવલ ફેસ્ટિવલ

જર્મનીમાં આ રેનલેન્ડ શહેરમાં ઉજવાય છે.

રેડિકા ફેસ્ટિવલ

આ તહેવાર ખાસ રોમમાં ઉજવણી થાય છે.

સોનક્રમ

આ તહેવાર થાઈલેન્ડમાં ખાસ રીતે ઉજવવામાં આવે છે.

બેટલ ઓફ વાઈન

ઉત્તરી સ્પેનમાં લા રિયોના રીઝનમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. લોકો આ તહેવારમાં એક બીજા પર વાઈન ઉડાડવામાં આવે છે.  અલગ અલગ પ્રાંતમાં લોકો અલગ અલગ રીતે તહેવારોની મજા માણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન