Photos From Birthday Celebration Of Alia Bhatt
  • Home
  • Featured
  • Photos: 26 વર્ષની થઈ આલિયા ભટ્ટ, બર્થડે પાર્ટીમાં પહોંચ્યો તેનો ‘બૉયફ્રેન્ડ’

Photos: 26 વર્ષની થઈ આલિયા ભટ્ટ, બર્થડે પાર્ટીમાં પહોંચ્યો તેનો ‘બૉયફ્રેન્ડ’

 | 12:19 pm IST

આલિયા ભટ્ટ 26 વર્ષની થઇ ગઇ છે. આજે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ગુરૂવારનાં રાતથી જ આલિયાની બર્થડે પાર્ટી શરૂ થઇ ગઇ હતી. તેણે મોડી રાત્રે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે બર્થડે ઉજવ્યો હતો. ફૉટોમાં તે કેક કાપતી જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આલિયા તસવીરોમાં ફુલ ઑન પાર્ટીનાં મૂડમાં જોવા મળી રહી છે. આલિયા ભટ્ટની પાર્ટીમાં રણબીર કપૂર પણ પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રણબીર અને આલિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં તેઓ બોલીવુડનાં ટ્રન્ડિંગ કપલ છે. બંનેની લવસ્ટોરી ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનાં સેટ પર શરૂ થઇ. ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે. આલિયા ભટ્ટનાં ઘરની બાલ્કનીમાંથી તે જોવા મળી રહી છે. સાથે રણબીર કપૂર પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’ 17 એપ્રિલનાં રોજ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવન જોવા મળશે. આ પીરિયડ ડ્રામા ફિલ્મ કરણ જોહરનાં બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ વર્ષે આલિયાની ઘણી મોટી ફિલ્મો આવી રહી છે.

આલિયા ભટ્ટનાં પિતા મહેશ ભટ્ટે પણ આલિયાને સોશિયલ મીડિયા પર બર્થડે વિશ કર્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘સૂરજની દિવ્ય રોશની, થોડાક થોડાક જાદૂ સાથે.’ આલિયા ભટ્ટનાં બર્થડે સેલિબ્રેશનમાં તેની બહેન પૂજા ભટ્ટ, કરણ જોહર અને અયાન મુખર્જી પણ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન