PHOTOS: happy birthday divyanka tripathi unknown
  • Home
  • Photo Gallery
  • PHOTOS: બોલિવૂડ અભિનેત્રી કરતાં વધારે કમાતી ટીવીની આ અભિનેત્રી શૂટિંગમાં પણ છે માસ્ટર

PHOTOS: બોલિવૂડ અભિનેત્રી કરતાં વધારે કમાતી ટીવીની આ અભિનેત્રી શૂટિંગમાં પણ છે માસ્ટર

 | 6:38 pm IST

આજે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મદિવસ છે. આ અભિનેત્રી લગભગ દરેક ઘરમાં ઇશિતા ભલ્લાના નામે જાણીતી છે. તે આજે 35 વર્ષની થઈ ગઈ છે. વહુના રૂપમાં જોવા મળતી આ અભિનેત્રી રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ અને લગ્ઝરી જીવન જીવનારી છે. દિવ્યાંકા ફક્ત એક્ટિંગમાં જ નહીં પણ શૂટિંગ તેમજ પર્વતારોહણમાં પણ સારી છે.

દિવ્યાંકાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં થયો અને તેણે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ મેળવ્યું. પોતાની સ્ટડીની સાથે સાથે દિવ્યાંકાએ રાઇફલ શૂટિંગ અને પર્વતારોહણનો કોર્સ કરી નાખ્યો. આજે આ અભિનેત્રીનું નામ સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાં પણ લેવાય છે. એક અહેવાલ પ્રમાણે તે દરરોજ 90,000થી 1,00,000 રૂપિયા સુધીની કમાણી કરે છે.

દિવ્યાંકાએ ટીવી જગતમાં ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, પણ તેને ‘યે હૈ મહોબ્બતેં’ દ્વારા એક આગવી ઓળખ મળી. આ પહેલા તેણે ‘બનૂં મેં તેરી દુલ્હન’, ‘મિસ્ટર એન્ડ મિસેઝ શર્મા અલ્લાહબાદ વાલે’માં પણ કામ કર્યું હતું. ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા પોતાના કરિઅરની શરૂઆત કર્યા બાદ દિવ્યાંકાએ 2004માં ઇંડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ દ્વારા ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. જુઓ આ અભિનેત્રીની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન