Photos: HimachalPradesh And Uttrakhand Snow
  • Home
  • Photo Gallery
  • Photos: Waooo..સ્વિટઝરલેન્ડ જેવો હિમાચલ-ઉત્તરાખંડનો નજારો, સફેદ ચાદરમાં પર્વતો સંતાઇ ગયા

Photos: Waooo..સ્વિટઝરલેન્ડ જેવો હિમાચલ-ઉત્તરાખંડનો નજારો, સફેદ ચાદરમાં પર્વતો સંતાઇ ગયા

 | 9:16 am IST


જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પણ ભારે હિમવર્ષા દિલ્હી-એનસીઆર તથા આસપાસનાં રાજ્યોમાં હળવા વરસાદને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઉત્તરભારતમાં ભારે બરફવર્ષાએ પહાડોમાં હાહાકાર મચાવી દીધો છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા હજુ ચાલી રહેતા જનજીવન ઠપ થઇ ગયું છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. શિમલા પર સફેદ બરફની ચાદર લપેટાઈ ગઈ હતી. લાહૌલ સ્પિતીના કેલાંગમાં 20 સેમી હિમવર્ષા અને માઇનસ 7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. કુલુ, ચમ્બા, કિન્નૌરમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. કાલ્પા, ડેલહાઉસી, કુફરી, કેદારનાથ, ઔલી, જમ્મુ-કાશ્મીર, બદ્રીનાથ, ચોપટા, કુલ્લુ-મનાલી સહિત સમગ્ર ઉત્તરભારત સફેદ ચાદરથી ઢંકાઇ ગયું છે. અહીંની તસવીરો જોઇને તમને એમ થશે કે જાણે સ્વિટ્ઝરલેન્ડમાં છીએ.