Inside Isha Ambani and Anand Piramals luxury Bungalow in Mumbai
  • Home
  • Photo Gallery
  • PHOTOS : ઈશા અંબાણી અને તેના પતિના મોંઘાદાટ બંગલાની ચારેકોર ભારે ચર્ચા

PHOTOS : ઈશા અંબાણી અને તેના પતિના મોંઘાદાટ બંગલાની ચારેકોર ભારે ચર્ચા

 | 11:26 pm IST

મુકેશ અંબાનીની પુત્રી ઈશા અંબાણી તેના નવા ઘરને લઈને ચર્ચામાં છે. ઈશા અંબાણી અન પતિ આનંદ પીરામલનો બંગલો ‘ગુટીલા’ના ફોટો જાહેર થયા ચારેકોર તેની ભારે ચર્ચા છે. આ બંગલાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સાઉથ મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા આ બંગલાની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે, આ ઘર ઈશા અંબાણીના સસરા અને આનંદ પીરામલના પિતા અજય પીરામલે 2012માં ખરીદ્યો હતો. જેને તેમણે પોતાની પુત્રવધુ અને પુત્રને તેમના લગ્ન પર ભેટ તરીકે આપ્યો છે.

50,000 ફૂટ વિસ્તારમાં ઈશા અંબાણીના બંગલાને ખુબ જ શાનદાર રીતે ડિઝાઈન કર્યો છે. ઈંટરનેશનલ બિઝનેશ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ઈશા અંબાણીના ઘરમાં રહેલી મોટાભાગની ચીજવસ્તુઓ વિદેશથી મંગાવવામાં આવેલી છે. તો બંગલામાં બનેલા રૂમ સંપૂર્ણ રીતે ડાયમંડ થીમના આધારે બનાવવામાં આવ્યા છે. પાંચ માળનું આ મકાન સી-ફેસિંગ છે, એટલે કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના આ બંગલામાં અરબ સાગરનો અદભુત નજારો પણ જોવા મળે છે. બંગલાની અંદરના ભાગની સાથો સાથ બહારના ભાગને પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

ગુટીલા બંગલાનો બગીચો અદભુત છે. જ્યારે બંગલાના પાર્કિંગમાં 20થી પણ વધારે લક્ઝરી કાર આરામથી પાર્ક કરી શકાય છે. ઘરનો ડાઈનિંગ રૂમ હોય કે બેડરૂમ હોય કે પછી તેનો ડ્રોઈંગ રૂમ, દરેક જગ્યા ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન