PHOTOS : કરીના કપૂર અને તૈમૂરના ફોટો થયા વાયરલ, બનાવી રહ્યા છે માટીના વાસણ
કરીના કપૂર ખાને (Kareena Kapoor khan) મંગળવારે પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં અભિનેત્રી પોતાના દિકરા તૈમૂર(Taimur Ali Khan) ની સાથે હિમાચલના ધર્મકોટમાં મિટ્ટીના વાસણ બનાવતા નજરે પડી રહ્યા છે. કરીના અને તૈમૂર (Taimur Ali Khan) હિમાચલમાં રજાઓ મનાવી રહ્યા છે. જ્યાં તેમના પતિ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ ભુત પોલિસનું શૂટિંગ કરી રહ્યો છે.
ફોટોમાં જોઈ શકાય છે કે કરીના તૈમૂરને જણાવી રહી છે કે પોટ કેવી રીતે બનાવવામાં આવે છે. તેની સાથે તૈમૂર પણ પોટને આકાર આપવાની કોશિશ કરી રહ્યો છે. તેના પછી તૈમૂર માટી સાથે રમી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોનું ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન