Photos: કુંભમેળામાં પ્રથમ વખત શાહી સ્નાનમાં સામેલ થયો કિન્નર અખાડો
પ્રયાગરાજમાં મકર સંક્રાંતિના અવસર પર પહેલું શાહી સ્નાન શરૂ થઈ ગયું છે. શ્રદ્ધાળુઓનો સંગમ તટ પર જમાવડો થયો છે. એવામાં તમામ અખાડા સંગમ ઘાટ પર શાહી સ્નાન માટે સવારથી શાહી અંદાજમાં પહોંચી રહ્યા છે. શાહી સ્નાન માટે સૌથી મોટા અખાડા શ્રી પંચ દશનામ જૂના સંત, આચાર્ય અને મહામંડલેશ્વર રથ, બગ્ગીઓ અને ગાડીઓમાં સવાર થઈ સંગમ તટ પર પહોંચ્યા. જૂના સાથે પહેલી વખત કિન્નર અખાડો પણ શાહી સ્નાનમાં સામેલ થયો છે.
કેટલાક દિવસ પહેલા કિન્નર અખાડા અને જુના અખાડા સાથે-સાથે ચાલવાની વાત કહી હતી. તમને જણાવી દઈએ કે, શનિવારે જૂના અખાડાના સંરક્ષક અને અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી મહંત હરિગિરિજી મહારાજ વચ્ચે યમુના બેન્ક રોડ સ્થિત મૌજગિરિ મંદિરમાં થયેલી બેઠક બાદ આ આશયનું નિર્માણ લેવામાં આવ્યું. આ પહેલા બંને વચ્ચે કચહરીમાં અનુબંધ પત્ર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.
કોઈએ રૂદ્રાક્ષનો મુકુટ પહેર્યો હતો. તો કોઈ વર્ષો સુધી એક પગ પર ઉભા રહીને તપસ્યા કરતા નજરે ચડે છે. કડકડતી ઠંડીમાં ફક્ત ભસ્મ લગાવીને જટાઓ પર અગણિત રૂદ્રાક્ષને ધારણ કરીને એક બાબા નજરે ચડે છે. બાબાને રૂદ્રાક્ષનો આ શૃંગાર ખુબજ મનમોહક લાગી રહ્યો છે.