Malaika Arora and Arjun Kapoor Spot Together
  • Home
  • Featured
  • Photos: ફરી એકબીજા સાથે જોવા મળ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર, કેમેરાથી છુપાવ્યું મોં

Photos: ફરી એકબીજા સાથે જોવા મળ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર, કેમેરાથી છુપાવ્યું મોં

 | 4:25 pm IST

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચેનાં અફેરની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ બંને સ્ટાર્સે ક્યારેય પોતાના સંબંધને સ્વીકાર્યો નથી. એટલા સુધી કે બંને એકબીજાનાં સંબધિત પ્રશ્નનોનાં જવાબો આપવાનું પણ ટાળે છે. તાજેતરમાં જ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા એક સાથે જોવા મળ્યા છે, પરંતુ જ્યારે કેમેરાની નજર તેમની પર પડી ત્યારે મલાઇકા કેમેરાથી બચતી જોવા મળી હતી.

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા શનિવારે રાત્રે ડિઝાઇનર સંદીપ ખોસલાની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની બહેનો ખુશી કપૂર અને રિયા કપૂર પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા અર્જુન અને મલાઇકાનાં અફેરની ખબરોએ જોર પકડ્યું હતુ. કહેવામાં આવી રહ્યું હતુ કે અર્જુનનાં કારણે મલાઇકા અને અરબાઝનાં તલાક થયા છે, ત્યારબાદ સમાચાર હતા કે અર્જુન અને મલાઇકા પણ એકબીજાથી અલગ થઈ ગયા છે.

ગત દિવસોમાં એક ફેશન શૉમાં બંને જોવા મળ્યા હતા. મલાઇકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “અર્જુન મારો ઘણો સારો દોસ્ત છે, પરંતુ લોકો અમારા બંનેનાં સંબંધને અલગ રીતે જોઇ રહ્યા છે જે સત્ય નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન