Photos: Mamata Banerjee Attends Nusrat Jahan-Nikhil Jain's Wedding Reception
  • Home
  • Photo Gallery
  • TMC સાંસદ નુસરત જહાંના ભવ્યાતિભવ્ય રિસેપ્શનની તસવીરો આવી સામે

TMC સાંસદ નુસરત જહાંના ભવ્યાતિભવ્ય રિસેપ્શનની તસવીરો આવી સામે

 | 7:55 am IST

તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને બાંગ્લા ફિલ્મ અભિનેત્રી નુસરત જહાંના લગ્નના રિસેપ્શનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સાંસદ મિમી ચક્રવર્તી, અને ટીએમસી નેતા કલ્યાણ બંદોપાધ્યાય પહોંચ્યા હતા. કોલકત્તાની આઇટીસી રોયલ હોટેલમાં યોજાયેલા આ રિસેપ્શનમાં ફિલ્મી દુનિયાથી લઇ રાજકારણની મોટી હસ્તીઓ સામેલ થઇ હતી.

આ ગેસ્ટ લિસ્ટ નુસરત અને તેના પતિ નિખિલ જૈને જાતે તૈયાર કર્યું હતું. મળતી માહિતી પ્રાણે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, ટીએમસી નેતા પાર્થ ચેટર્જી, કોલકત્તાના મેયર ફિરહાદ હકીમ, અભિષેક બેનર્જી, મિત્ર અને સાંસદ મિમી ચક્રવર્તી સહિત બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બંગાળી સુપરસ્ટાર પ્રસનજીત ચેટર્જી, દેવ અધિકારી, અભિનેત્રી મુનમુન સેન, સ્વસ્તિક મુખર્જી, શ્રીજીત મુખર્જી, ડાયરેકટર બિરસા દાસ ગુપ્તા અને એકટર જીત સહિત કેટલાંય દિગ્ગજ સ્ટાર્સને આમંત્રિત કરાયા હતા.

તુર્કીમાં જૂન મહિનામાં કર્યા લગ્ન
પહેલી વખત ચૂંટણી લડી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ જીત નોંધાવતા સંસદમાં જગ્યા મળી છે. નેતા બન્યા બાદ નુસરત જહાં એ પોતાની જિંદગીમાં એક નવી શરૂઆત કરી છે. નુસરતે બિઝનેસમેન બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે ખાનગી સેરેમનીમાં તુર્કીમાં લગ્ન કર્યા હતા. 19મી જૂનના રોજ આ લગ્નમાં ફેમિલી અને નજીકના સંબંધીઓ સામેલ થયા હતા. આપને જણાવી દઇએ કે નુસરતે પોતાના લગ્નના ફોટો ફેન્સ સાથે શેર કર્યા હતા, જેમાં હિન્દુ-રીતરિવાજથી ફેરા ફરતી દેખાય છે. તેમજ નુસરત અને નિખિલે ક્રિશ્ચિન રીતરિવાજથી પણ લગ્ન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન