Photos: Mukesh Ambani eating panipuri with daughter Isha in Antilia
  • Home
  • Photo Gallery
  • મુકેશ અંબાણી દીકરી ઇશા સાથે એન્ટિલિયામાં ખાઇ રહ્યાં છે પાણીપુરી, તસવીરો વાયરલ

મુકેશ અંબાણી દીકરી ઇશા સાથે એન્ટિલિયામાં ખાઇ રહ્યાં છે પાણીપુરી, તસવીરો વાયરલ

 | 8:21 am IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરી અને અને દીકરાના લગ્નની છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય પરંપરા અનુસાર ઇશા અંબાણીને સાસરે વળાવ્યા બાદ આકાશ અંબાણીના લગ્ન કરાશે. ઇશા અંબાણીના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

ત્યારે અંબાણી પરિવાર અને ઇશાના સાસારીવાળા પિરામલ પરિવારનું એક ફંકશન યોજાયું. આ ફંકશનમાં ઇશા અંબાણી ફિયાન્સ આનંદ પિરામલ સાથે દેખાય રહી છે. અંબાણી પરિવારના ફંકશનમાં આકાશની ફિયાન્સ શ્લોકા મહેતા ઇન્દોરી ચાટની લિજ્જત માણતી દેખાય છે.

સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના ફંકશનના ફોટો વાયરલ થયા છે. આ ફંકશનમાં ઇન્દોરી સરાફા ચાટ ચોપાટી અને ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઇ સર્વ કરાઇ હતી.

ઇશા અંબાણીના લગ્ન મુંબઇમાં જ થશે પરંતુ પ્રી-વેડિંગ સેરેમનીની તમામ રસ્મો ઉદયપુરમાં થાય તેવી ચર્ચા છે. રિલાયન્સના કર્મચારીઓ ઉદયપુરમાં તૈયારીમાં લાગી ગયા છે. ઇશાના સગાઇ પિરામલ ગ્રૂપના અજય પિરામલના દીકરા સાથે થયા છે. જ્યારે આકાશ અંબાણીની સગાઇ હીરાના બિઝનેસમેન શ્લોકા મહેતા સાથે થઇ છે.