નીતા અંબાણી આકાશની સગાઇનું આમંત્રણ આપવા સિદ્ધિવિનાયક પહોંચ્યા, સગાઇનું ડિજીટલ કાર્ડ આવ્યું સામે - Sandesh
  • Home
  • Business
  • નીતા અંબાણી આકાશની સગાઇનું આમંત્રણ આપવા સિદ્ધિવિનાયક પહોંચ્યા, સગાઇનું ડિજીટલ કાર્ડ આવ્યું સામે

નીતા અંબાણી આકાશની સગાઇનું આમંત્રણ આપવા સિદ્ધિવિનાયક પહોંચ્યા, સગાઇનું ડિજીટલ કાર્ડ આવ્યું સામે

 | 10:38 pm IST

દેશના સૌથી અબજોપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી દીકરાના સગાઇનું આમંત્રણ કાર્ડ લઇ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીની શ્લોકા મહેતા સાથે આ મહિનામાં સગાઇ થવા જઇ રહી છે. આ સગાઇનું આમંત્રણ કાર્ડ નીતા અંબાણી નાના દીકરા અનંત અંબાણી સાથે સિદ્ધિવિનાયર મંદિરે ગણપતિ દાદાને અર્પિત કર્યું હતું.

આકાશ અને શ્લોકાનું નક્કી થયું તેના સમાચાર માર્ચ મહિનામાં આવ્યા હતા, ત્યારબાદ ગોવામાં ગોળધાણાની વિધિ કરાઇ હતી.

The Grand Wedding is coming on it's way.. 😍 Mark the dates, It's 30th June, Saturday when #akashambani and #shlokamehta will get engaged at their home Antilia, Mumbai.. 😊 It's great to see #Ambani respecting Indian tradition and Culture as they embrace the technology with this digital invitation card.. 😀 Follow 👉 @fablifestyle.in for more updates.. ✔ . . . . . #wedding #weddinginvitations #invitations #invite #invites #digitalinvitation #mukeshambani #nitaambani #ambaniwedding #love #engagement #traditional #traditionalwedding #culture #engagementphotos #engagementring #engaged #indianwedding #luxurywedding #weddingseason #bollywood #instabollywood #TheFabApp #FabOccasions #FabLifestyle #likeforlike #followforfollow

A post shared by Fab Lifestyle (@fablifestyle.in) on

શ્લોકા મહેતાએ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકાની પ્રિંસટન યૂનિવર્સિટીમાંથી એંથ્રોપોલોજીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું. અભ્યાસ પુરો થયા બાદ શ્લોકા પોતાના પિતાનાની ડાયમંડ કંપની રોજી બ્લૂ ડાયમંડમાં ડાયરેક્ટર બની. સાથે જ તે કનેક્ટ ફોર ની કો-ફાઉન્ડર છે, જે એનજીઓની મદદ કરે છે. શ્લોકા સારી અને સંસ્કારી છોકરી છે. એ કહેવું મુશ્કેલ છે કયો પરિવાર કોને મેળવીને વધુ ભાગ્યશાળી અનુભવે છે. આકાશ અને શ્લોકાની જોડી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ પણ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ અમેરિકા જતો રહ્યો હતો. તેણે ત્યાંની પ્રતિષ્ઠિત યૂનિવર્સિટીમાંથી એક આઇવી લીગની બ્રાઉન યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. આકાશ અંબાણી રિલાયન્સ જિયો ટેલિકોમમાં ચીફ ઓફ સ્ટ્રેટજી છે. વર્ષ 2017ના ઓગસ્ટ મહિનામાં થયેલા એક સર્વેમાં આ કંપનીની નેટ વર્થ 2.2 લાખ કરોડ બતાવવામાં આવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન