'શરારા ગર્લ' શમિતા આજે 39 વર્ષની થઈ, આ રીતે કરી હતી બોલિવુડમાં એન્ટ્રી - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘શરારા ગર્લ’ શમિતા આજે 39 વર્ષની થઈ, આ રીતે કરી હતી બોલિવુડમાં એન્ટ્રી

‘શરારા ગર્લ’ શમિતા આજે 39 વર્ષની થઈ, આ રીતે કરી હતી બોલિવુડમાં એન્ટ્રી

 | 2:43 pm IST

અભિનેત્રી અને મોડલ શમિતા શેટ્ટી પોતાનો 39મો બર્થ ડે મનાવી રહી છે. શમિતા અભિનેત્રીની સાથે સાથે એક સારી ઇન્ટિરિઅર્ ડિઝાઈનર પણ છે. યશરાજની ફિલ્મ મોહબ્બતેથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર શમિતા અત્યારે ફિલ્મોથી દૂર બિઝનેસ સંભાળી રહી છે. 18 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ મોહબ્બતેથી પોતાની કરિયરની શરૂઆત કરનારી શમિતાનો જન્મ 2 ફેબ્રુઆરી, 1979માં મેંગ્લોરમાં થયો હતો. તેમજ શમિતાનો જન્મ દિવસ પર બહેન શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો પણ શેર કર્યા છે, જેમાં તે પાર્ટી કરતી જોવા મળી રહી છે. તેમજ આ પાર્ટીમાં બોલિવુડ અભિનેત્રી ઈલીયાના ડિક્રુઝ પણ જોવા મળી હતી.