ice hotel of Sweden that melts in to a river in spring
  • Home
  • Featured
  • વસંત ઋતુ આવતા જ આ હોટલ પીગળીને બની જાય છે નદી

વસંત ઋતુ આવતા જ આ હોટલ પીગળીને બની જાય છે નદી

 | 4:11 pm IST


આ દુનિયામાં ઘણી એવી કલાકૃતિઓ આવેલી છે જેને જોઇને કોઇપણ હેરાન થઇ શકે છે. જેમ કે એક હોટલ છે. શુ તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ પણ છે જે વસંત ઋતુમાં પીગળીને નદી બની જાય છે.

આ હોટલે છે સ્વીડનની આઇસ હોટલ, આ હોટલ દર વર્ષે શિયાળામાં બરફથી બનાવવામાં આવે છે અને વસંત ઋતુ આવતા જ પીગળીને નદી બની જાય છે. આ હોટલની ઉત્પતિ ટોર્ન નદીથી થાય છે. આ વખતે શિયાળામાં સ્વીડનના આ આઇસ હોટલમાં 13 દેશોના 14 આર્ટિસ્ટો અને ડિઝાઇનર્સે 15 નવી સ્વીટ બનાવી. જોકે વર્ષ 2016માં આ હોટલના કેટલાક ભાગને સ્થાયી રૂપ આપવામાં આવ્યું અને એવુ સોલર પાવર્ડ કૂલિંગ ટેકનોલોજી દ્વારા સંભવ થયું.

આ હોટલ દુનિયાભરના પર્યટકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે આ હોટલને પ્રથમ વખત 1992માં ખોલવામાં આવી હતી અને તેમા સ્નો અને આઇસનું બનેલું એક કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, સેરેમની હોલ જેવી ઘણી વસ્તુઓ છે. આ હોટલમાં લિવિંગ ઓશન સ્વીટ પણ છે જેને ઇંગ્લેન્ડના ડિઝાઇનર જોનાથન ગ્રીને બનાવી છે. આ સ્વીટમાં કોરલ અને ફિશ છે જે તેને વધારે આકર્ષક લુક આપે છે. આ હોટલને જોવા લાખો ટૂરિસ્ટ આવે છે. આ વર્ષ આ હોટલ 13 એપ્રિલ સુધી ખુલ્લી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન